ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશઃ ઔરેયા માર્ગ અકસ્માતમાં 23 મજૂરોન મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત - ઉત્તર પ્રદેશમાં રોડ અકસ્માત

ઉત્તર પ્રદેશમાં 23 મજૂરોની મોતની દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, આ ઘટના રાજ્યના ઓરૈયા જિલ્લાની છે. બધા મજૂરો રાજસ્થાનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. મોટાભાગના મજૂરો બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના હોવાનું મનાય રહ્યું છે.

labourers killed
labourers killed

By

Published : May 16, 2020, 8:32 AM IST

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર દુઃખદ માર્ગ અકસ્માતમાં 23 કામદારોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રાજ્યના ઓરૈયા જિલ્લાની છે. એજન્સીને મળેલી માહિતી અનુસાર આ તમામ કામદારો રાજસ્થાનથી આવતા હતા.

આ ભયંકર અકસ્માતમાં 15 થી 20 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર પણ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. રાહત-બચાવ કાર્ય ચાલુ છે.

સમાચાર અનુસાર આ મોડી રાતની ઘટના છે. આ અકસ્માત હાઇવે પાસે બન્યો હતો. ઓરૈયાના ડીએમ અભિષેકસિંહે અકસ્માત અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ માર્ગ અકસ્માત સવારે 3:30 કલાકે બન્યો હતો, જેમાં 23 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 15 થી 20 લોકો ઘાયલ થયા છે. મોટાભાગના મજૂરો બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના છે.

આ અગાઉ, ઉત્તર પ્રદેશના હરદોઈના બિલ્ગ્રામ કોટવાલી વિસ્તારમાં રવિવારે સવારે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતાં અને બે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. લોકડાઉન થયા બાદ મજૂરોનું સ્થળાંતર ચાલુ છે. આ જ ક્રમમાં આવા અનેક દુઃખદ અકસ્માતો સાંભળવા મળી રહ્યા છે.

આ પહેલા પણ મધ્ય પ્રદેશમાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં અનેક મજૂરોનાં મોત થયા હતાં.

ABOUT THE AUTHOR

...view details