જસ્ટિસ એન.વી. રમન અને જસ્ટિસ અજય રસ્તોગીની એક બેન્ચે આ મામલામાં કેન્દ્ર સરકારને નોટીસ આપી છે. અરજીઓમાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) એક્ટ 2019ને બંધારણમાં કથિત રીતે ઉલ્લંઘનના આધારે ગેરબંધારણીય કરાર આપવાની માંગ કરી છે. બેન્ચે વરિષ્ઠ વકિલ સલમાન ખુર્શીદને કહ્યું કે, તેઓ તેની પર વિચાર કરશે.
ટ્રિપલ તલ્લાક: નવા બનેલા કાયદા વિરુદ્ધ મળેલી અરજી અંગે કેન્દ્ર પાસે SCએ માગ્યો જવાબ - મુસ્લિમ
નવી દિલ્હી: મુસ્લિમ સમુદાયમાં એક સાથે ત્રણ તલ્લાકને દંડનીય અપરાધ બનાવતા કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ વિચાર કરવા માટે સંમત થઈ છે. નવા કાયદામાં ત્રણ તલ્લાક આપનારને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.
tripal talalq
ઉલ્લખનીય છે કે, ખુર્શીદે બેન્ચને કહ્યું કે એક સાથે ત્રણ તલાકને દંડણીય ગુનો બનાવવા અને ત્રણ વર્ષની સજા થવાની જોગવાઈ છે. જેની પર સુપ્રીમ કોર્ટે વિચાર કરવાની જરૂર છે.