ઉત્તરપ્રદેશઃ ઉન્નાવના ઔરસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પુરણ ખેડા ગામમાં આજે ઉન્નાવ ત્રિપલ મર્ડરથી હચમચી ઉઠ્યું હતું. માતા અને બે માસૂમ પુત્રીઓની હત્યા કરીને આરોપીએ મૃતદેહને ગામના તળાવમાં નાખી દીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમની મદદથી હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી.
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ટ્રિપલ મર્ડરની ઘટના, પોલીસે હાથ ધરી તપાસ - triple murder in unnao
ઉન્નાવમાં હ્રદય ધ્રુજાવનારી ઘટના સામે આવી છે. ખેડા ગામમાં એક 34 વર્ષીય માતા સાથે તેની દીકરીઓને હત્યા કરાવામાં આવી છે. આરોપીએ મહિલા સહિત 8 વર્ષની અને 4 વર્ષની દિકરીઓની હત્યા કરીને ગામના તળાવમાં નાંખી દીધી હતી.

ઉન્નાવ
તપાસ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષકે હત્યા પાછળ કૌટુંબિક કારણ હોવાનુું જણાવ્યું હતું. આ ત્રણેયના મૃતદેહ તળવામાંથી મળ્યા હતા. જેમના ગળે કપડાનો ફંદો જોવ મળ્યો મીડિયા સાથે વાત કરતાં પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ઔરાસ પોલીસ સ્ટેશનના વિસ્તારના ખેડા ગામમાં માતા સાથે તેની દીકરીઓની હત્યા કરાવામાં આવી છે. આ ઘટનાના પાછળ કૌટંબિક કારણ હોવાની આશંકા છે. હાલ, મૃતકના દિયરની પોલીસે અટકાયત કરી છે અને તપાસ હાથ ધરી છે.
TAGGED:
triple murder in unnao