તિરુવનંતપુરમ: કોરોના વાઈરસના પ્રકોપને રોકવા માટે કેરળની રાજ્ય સરકારે તિરુવનંતપુરમ કોર્પોરેશન વિસ્તારમાં 6 જુલાઈથી એક સપ્તાહ માટે ત્રિપલ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન કાર્યાલય પરથી જાણવા મળ્યું કે, આ ત્રિપલ લૉકડાઉન છે.
આજથી તિરુવનંતપુરમમાં એક સપ્તાહ માટે લૉકડાઉન લાગુ - gujaratinews
કોરોના વાઈરસના વધી રહેલા પ્રકોપને રોકવા માટે કેરળ રાજ્ય સરકારે તિરુવનંતપુરમ કોર્પોરેશન વિસ્તારમાં 6 જુલાઈ સવારે 6 કલાકથી એક સપ્તાહ માટે ત્રિપલ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
![આજથી તિરુવનંતપુરમમાં એક સપ્તાહ માટે લૉકડાઉન લાગુ Thiruvananthapuram as COVID-19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7910067-thumbnail-3x2-qweiop.jpg)
કેરળના મુખ્યપ્રધાન કાર્યાલયે જાણકારી આપતા કહ્યું કે, તિરુવનંતપુરમમાં ત્રિપલ લૉકડાઉન દરમિયાન જરુરી સમાન વેચનાર મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે. આ દરમિયાન પ્રવેશ અને નિકાસ છોડી શહેર તરફ જઈ રહેલા રસ્તાઓ બંધ રહેશે. સચિવાલય ત્રિપલ લૉકડાઉન દરમિયાન કામ કરશે નહીં. માત્ર પોલીસકર્મીઓને જ પરવાનગી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, તિરુવનંતપુરમમાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા 109 છે. કેરળમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 225 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 5,429 કેસ નોંધાયા છે. કેરળ કોરોના વાઈરસના સક્રિય કેસની સંખ્યા 2.,228 છે અત્યારસુધીમાં 3,174 દર્દીઓ કોરોના વાઈરસથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. સંક્રમણના નવા કેસ પલક્કડમાં સૌથી વધુ 29, કાસરગોડમાં 28, તિરુવનંતપુરમમાં 27, મલપ્પુરમમાં 26 અને કન્નૂરમાં 25 છે.