આ બિલ આગામી લોકસભામાં પાસ થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાંથી બિલ પરત કરવામાં આવ્યું હતું. 16મી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ મોદી સરકારે કેટલાક ફેરફાર સાથે આ બિલને ફરીથી રજૂ કર્યુ છે. આ સાથે જ સંસદીય કાર્યપ્રધાન સત્રને 7 ઑગસ્ટ સુધી વધારવાની માંગણી કરી હતી. બાદમાં લોકસભા સ્પીકરે આ વાતને ગ્રાહ્ય રાખી લોકસભા સત્રના દિવસોમાં વધારો કર્યો છે.
લોકસભામાં ત્રિપલ તલાક બિલ પસાર, રાજ્યસભામાં 'કબૂલ' કે 'તલાક'?
નવી દિલ્હીઃ લોકસભાના ચોમાસા સત્ર દરમિયાન ગુરૂવારે ત્રિપલ તલાક બિલ રજૂ કરાયું હતું. દિવસભર આ બિલ પર ચાલેલી ચર્ચા બાદ સાંજે આ બિલ લોકસભામાંથી પસાર થઈ ગયું છે. જેમાં 303 સાંસદોએ આ બિલના સમર્થનમાં જ્યારે 82 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યુ હતું. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયુ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે.
tripal talaq
આ માટે સરકારનો હેતુ પડતર રહેલા 17 બિલો અને સરકરી કાર્યો છે. જેથી સંસદસત્ર વધારવું જરૂરી હતું.
લોકસભામાં ત્રિપલ તલાક બિલ અંગે વિચાર કરવા માટે મતદાન કરાવાયું હતું. જેમાં બિલના પક્ષમાં 303 અને વિરોધમાં 82 મત પડ્યા છે. હવે બિલમાં સુધારા અંગે મતદાન ચાલી રહ્યું છે. ઓવૈસી દ્વારા લગાવાયેલા સંશોધનોને લોકસભામાં ધ્વનિમતથી નકારી દેવામાં આવ્યું હતું.
Last Updated : Jul 25, 2019, 8:17 PM IST