ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રિપલ તલાક બિલ: રાજ્યસભામાં પણ બિલ પાસ, પક્ષમાં 99 અને વિપક્ષમાં 84 વોટ પડ્યા - Gujarat

નવી દિલ્હી: લોકસભામાં બાદ આજે રાજ્યસભામાં પણ ટ્રિપલ તલાકનું બિલ પાસ થઈ ગયું છે. જેમાં વોટિંગ કરાવામાં આવતા પક્ષમાં 99 વોટ અને વિપક્ષમાં 84 વોટ પડ્યા હતાં. અગાઉ બિલ લોકસભામાં 26 જૂલાઈના રોજ પાસ થયા બાદ આ બિલને રાજ્યસભામાં લાવવામાં આવ્યું હતું. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે ત્યાર બાદ સ્વતંત્ર રીતે કાયદાનું રૂપ ધારણ કરશે.

tripal talak

By

Published : Jul 30, 2019, 1:20 AM IST

Updated : Jul 30, 2019, 8:03 PM IST

લોકસભા બાદ આજે રાજ્યસભામાં રજૂ થયેલા બિલ બાદ લાંબી ચર્ચાના અંતે હોબાળો થતાં આ બિલને વિપક્ષ દ્વારા સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માગ કરવામાં આવી હતી. જેને લઈ સદનમાં આ અંગે વોટિંગ કરવામાં આવતા, સિલેક્ટ કમિટી પાસે નહીં મોકલવાના પક્ષમાં 100 મત અને મોકલી આપવાના પક્ષમાં 84 મત પડ્યા હતાં. તેથી હવે આ બિલ હવે સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં નહીં આવે.

સૌજન્ય ANI

લોકસભામાં ત્રણ તલાક બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આ બિલને રાજ્યસભામાં રજૂ કર્યું છે. આ બિલ પર રાજ્યસભામાં ચર્ચા શરૂ છે. ભાજપે પોતાના સાંસદોને આ બિલને લઈને વ્હિપ જાહેર કર્યો હતો.

સૌજન્ય ANI

જો કે, બીજેપી પાસે રાજ્યસભામાં બહુમત નથી, તેમ છતાં બીજૂ જનતા દળ, તેલંગણા રાષ્ટ્ર સમિતી અને YSAR કોંગ્રેસના સમર્થનથી રાજ્યસભામાં RTIનું બીલ પાસ કરાવ્યું હતુ. તેથી હવે એ વાતને ધ્યાને રાખી મોદી સરકાર રાજ્યસભામાં પણ આ બિલ પાસ થાય તેવી આશા રાખી છે. બીજેપી રાજ્યસભામાં ટ્રિપલ તલાકનું બિલ પાસ કરાવવામાં ફરી એક વખત આ તમામ પાર્ટીઓના સમર્થનની આશા સાથે આ બિલ આવતી કાલે રાજ્યસભામાં રજૂ કરવા જઈ રહ્યા છે. લોકસભામાં 25 જૂલાઈએ ટ્રિપલ તલાકને અપરાધ ગણાવીને પાસ કરવામાં આવ્યું હતું. આ બિલમાં ટ્રિપલ તલાકને ગેરકાનુની જાહેર કરી 3 વર્ષની સજા અને દંડની જોગવાઈનો પણ તેમાં સમાવેશ કર્યો છે.

સૌજન્ય ANI

લોકસભામાં બિલ પાસ થયા બાદ આજે રાજ્યસભામાં પણ બિલ પાસ થયુ હતું જેને લઇને વડાપ્રધાન નરેંન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમીત શાહ, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અને રાજ બબ્બરે ટ્વિટ કરી અને ભારતની ઐતિહાસિત જીત ગણાવી હતી.

સૌજન્ય ANI
Last Updated : Jul 30, 2019, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details