હૈદરાબાદ: દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવનો જન્મ 28 જૂન 1921માં તેલંગણાના (તે વખતનું આંધ્રપ્રદેશ) વારંગલ જિલ્લામાં થયો હતો. નરસિમ્હા રાવ 17 ભાષા બોલી શકતા હતા. જેમાંથી 9 ભારતીય અને 8 વિદેશી ભાષા હતી. નરસિમ્હા રાવને ભારતના આર્થિક સુધારાના જનક પણ કહેવામાં આવે છે.
ભારત સરકારની આર્થિક નીતિઓના દ્રષ્ટિકોણથી પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે. રાવ બહુભાષાવિદ અને જનકલ્યાણ માટે પણ યાદ કરવામાં આવે છે.
તેલંગણા રાજ્ય સરકાર પીવી નરસિમ્હા રાવની જન્મ શતાબ્દી વર્ષ પર તેમના યોગદાનને યાદ કરી રહી છે. રાજ્ય સરકારે વર્ષભર અલગ-અલગ સમારોહ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.
ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડૂએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાજંલી આપી હતી. તેમણે કહ્યું કે, દેશના પૂર્વ વડાપ્રધાન વરિષ્ઠ રાજનેતા કુશલ પ્રશાસક જેમણે અનેક પરિસ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી હતી. સ્વર્ગીય શ્રી પીવી નરસ્મિહા રાવજીની જન્મ જયંતી પર નેતાની પુણ્ય સ્મૃતિને સાદર પ્રણામ કરું છુ. આ વર્ષ તેમની જન્મ શતાબ્દી છે.