નવી દિલ્હીઃ બાપુની પુણ્યતિથી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "હું મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જેમણે સત્ય અને અહિંસાના જેવો અઘરા રસ્તે ચાલીને દેશની સ્વતંત્રતા માટે પોતાનો જીવ હોમી દીધો. ગાંધીજીની દેશ પ્રત્યેની સમર્પિત ભાવના લોકોમાં પ્રેરણા સ્ફુરવાનું કામ કરે છે."
આજે ગાંધી નિર્વાણ દિનઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ઉપરાષ્ટ્રપતિની શ્રદ્ધાંજલિ - Mahatma Gandhi's death anniversary
આજે 30 જાન્યુઆરી છે એટલે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ. જે નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
tribute-to-gandhi
નોંધનીય છે કે, સમગ્ર દેશમાં આજના દિવસને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે, આજ દિવસે વર્ષ 1948માં બાપુની હત્યા થઈ હતી, જ્યાં ગાંધીજી બિડલા હાઉસમાં પ્રાર્થના કરવા જતાં હતા, ત્યારે નાથૂરામ ગોડસેએ બાપુના આશીર્વાદ લેવા ઝૂક્યાં બાદ ગોળી મારી દીધી હતી.