નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસથી મરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસની વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જોકે વેક્સિન ક્યારે બનીને માર્કેટમાં આવશે તેની કોઈ જાણકારી મળી નથી. મળતી માહિતી પ્રમાણે કોરોનાની ભારતમાં બનનારી ત્રણ વેક્સિન માની એક વેક્સિન ત્રીજા ચરણમાં પહોંચવા જઈ રહી છે.
પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશને ભરોસો આપ્યો હતો કે ભારતમાં ત્રણ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને પોતાના અલગ-અલગ ચરણમાં છે. જેમાંની એક વેક્સિન આજકાલમાં પોતાના ત્રીજા ચરણમાં પ્રવેશ કરશે.