કોલકાતા: ટ્રાવેલ એજન્ટોના સંગઠને પશ્ચિમ બંગાળ સરકારને 6 મોટા શહેરોથી કોલકાતાની ફ્લાઇટ્સ સ્થગિત કરવાના નિર્ણય પર પુનર્વિચારણા કરવા અપીલ કરી છે.
પશ્ચિમ બંગાળની સરકારે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને 31 ઓગસ્ટ સુધી આ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી, મુંબઇ, પુણે, ચેન્નાઈ, નાગપુર અને અમદાવાદથી કોલકાતા જતી ફ્લાઇટ્સ પર પહેલીવાર 14 જુલાઈથી 14 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં તેને 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે.