ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તૂ'ફાની' અસર: 223 ટ્રેન રદ, આગામી 24 કલાક સુધી ભુવનેશ્વરમાં તમામ ફ્લાઈટ રદ

ન્યૂઝ ડેસ્ક: ચક્રવાતી તૂફાન ફાની ઓડિશાના પુરીમાં પહોંચી ગયું છે. જે આંધ્રપ્રદેશ તથા બંગાળને પણ પ્રભાવિત કરે તેવી સંભાવના છે. જેને માટે NDRFની 81 ટીમ પણ ફરજ પર ખડે પગે રાખવામાં આવી છે. જેમાં 4 હજાર પણ વધારે વિશેષ કર્મચારીઓ સામેલ છે. તો આ બાજૂ ટ્રેન અને ફ્લાઈટમાં પણ ખાસ્સો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

By

Published : May 3, 2019, 2:10 PM IST

Updated : May 3, 2019, 2:22 PM IST

ians

આ અંગે રેલ્વે વિભાગે પણ કહ્યું હતું કે, ફાની તૂફાનને ધ્યાને રાખી કલકત્તા-ચેન્નઈ રૂટ પર ઓડિશા તટીય વિસ્તાર નજીક 223 ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે અહીં ફસાયેલા લોકો માટે ત્રણ વિશેષ ટ્રેન લગાવી છે. રદ કરેલી ટ્રેનમાં 140 મેલ, એક્સપ્રેસ તથા 83 પેસેન્જર ટ્રેન સામેલ છે.

રેલ્વે પ્રવક્તાએ કહ્યું હતું કે, તૂફાનના કારણે કલકત્તા-ચેન્નઈ રૂટ પર ભદ્રક વિજયનગરમ ખંડ ચાર મેં બપોર સુધી તમામ ટ્રેન રદ કરી નાખી છે.

ફાનીને કારણે આગામી 24 કલાક માટે ઓડિશાના ભુવનેશ્વરથી કોઈ પણ ફ્લાઈટ ઉડાન ભરશે નહીં.

Last Updated : May 3, 2019, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details