મળતી માહિતી મુજબ, ટ્રેન ટાવર કાર સાથે અથડાતા આ અક્સ્માત સર્જાયો હતો. ઘટના બાદ હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે આ બાબતે ઈસ્ટ કોસ્ટ રેલ્વે વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
ઓડિશા: સમલેશ્વરી એક્સપ્રેસના એન્જિનમાં આગ, 3ના મોત - Accident
ઓડિશા: રાયગઢમાં હાવડા-જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસનું એન્જિનમાં આગ લાગવાને કારણે 3 લોકોના મોત થઇ ગયા છે. આગ લાગવાને કારણે એન્જિન સહિત કોચ પાટા પરથી ઉતરી જતા 3 રેલવે કર્મચારીઓના મોત થયા છે.
died
આ ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણે વ્યક્તિઓ રેલવે કર્મચારીઓ છે. આ ત્રણ વ્યક્તિઓમાં સુરેશ ટાવર કારમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. જયારે બાકીના બે વ્યક્તિઓમાં ગોર નાયડું અને સાગરનો સમાવેશ થાય છે, આ બંને ટેક્નિશિયન અને સિનિયર સેકશન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.
હાવડા-જમશેદપુર સોમલેશ્વરી એક્સપ્રેસ સિંગાપુર રોડ અને કુતગુડા રેલવે સ્ટેશનની વચ્ચે ટાવર કારને અથડાતા પાટા પરથી ઉતરી ગઈ હતી. ટાવર કારનો ઉપયોગ રેલવેના વિવિધ થાંભલાઓ સહિતની વસ્તુઓના મેન્ટેનન્સ માટે કરવામાં આવે છે.