નવી દિલ્હીઃ જોધપુર જિલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશનની હદના સોઈતરા ગામની સરહદમાં આજે શનિવારનો દિવસ કાળો દિવસ બની રહ્યો. અહીં બાલોતરા હાઈવે પર એક પિકઅપ અને એક ટ્રેલરની ભીષણ ટક્કર પિક અપ સવાર 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. જે અંગે વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યુ હતું.
મૃતકોમાં એક બાળક પણ સામેલ...
મૃતકોમાં છ મહિલા, ચાર પુરૂષ અને એક બાળક સામેલ છે. જેમણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઈજાગ્રસ્તોને જોધપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે.
વડાપ્રધાન મોદીએ રાજસ્થાન રોડ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીય કર્યુ હતું કે, "હું અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમજ ઈજાગ્રસ્ત લોકો સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું."
પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સવારે ન વાગ્યે સોઈતરામાં ગંવારિયા હોટલ પાસે થયો છે. શેરગઢ પોલીસે ક્રેનની મદદથી ટ્રકને હટાવ્યો હતો. ત્યાર પછી બોલેરોમાં રહેલા લોકોને બહાર કઢાયા હતા.