વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી જ ઉત્તર પ્રદેશના મુસ્લિમો શંકાના દાયરામાં જીવી રહ્યા હતા. તેમનો આ ડર ત્યારે વધુ સક્રિય થયો જ્યારે વર્ષ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી. અને હિન્દુત્વનો કટ્ટર ચહેરો ગણાતા યોગી આદિત્યનાથે રાજ્યનું મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું. સાથે જ આ ઘટનાએ તેમના ઘા પર મીઠું લગાડવા જેવું કામ કર્યું હતું. ઉપરાંત વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થયો.
આ પછી શ્રેણીબદ્ધ એવા નિર્ણયો લેવાયા જેને મુસ્લિમ વિરોધી ગણવામાં આવ્યા. જેમાં તીન તલાક, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35 (એ) નાબૂદ કરવા, ગાયને બચાવવા માટેનું અભિયાન અને તેની સાથે સંકળાયેલી રાજ્ય વહીવટની કડકતા અને અયોધ્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સમાવેશ થાય છે. આ બધાએ મુસ્લિમ માનસિકતામાં ભય પેદા કરવાનું કામ કર્યું. આ બધા પર CAA અને NRC પર વિરોધી પક્ષોની શિથિલતાએ તેને વધુ ખરાબ કરવાનું કામ કર્યું.
વહીવટી ઉદાસીનતા અને સૂચનોના અભાવને કારણે સ્થિતિ વધુ ખરાબ થાય છે. લખનઉ સહિત રાજ્યના અન્ય શહેરો જેવા કે, કાનપુર, મેરઠ, રામપુર, મુઝફ્ફરનગર વગેરેમાં ઘણાં દિવસો સુધી અંધાધૂંધીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, અસામાજીક તત્વોએ તેમની અંગત સંપત્તિથી નુકસાનની ભરપાઈ કરવી પડશે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે, અધિકારીઓ અચંભિત હતા અને ભીડ અનિયંત્રિત હતી. પોલીસે આશરે 6 હજાર લોકોને કસ્ટડીમાં લીધા હતા, પરંતુ સ્પષ્ટપણે જોઈએ તો, પોલીસ અને વહીવટી તંત્ર પાસે આ અંગેની આગળ કોઈ યોજના નહોતી. આ બધાની વચ્ચે પોલીસ ચોકીને પણ ટોળાના રોષનો સામનો કરવો પડ્યો હતો.