ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીવાસીઓનો કેજરી 'વ્હાલ', શપથગ્રહણ માટે ગોઠવાઈ ટ્રાફિક વ્યવસ્થા - શપથ ગ્રહણને લઈ રામલીલા મેદાનમાં ટ્રાફિક વ્યવસ્થા કરાઈ

રવિવાર બપોરે રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. જેમાં કેજરીવાલ દિલ્હી મુખ્યપ્રધાન પદની શપથ લઈને પોતાના સત્તાવાર રીતે દિલ્હીના ધણી બનશે, ત્યારે આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં નેતા સહિત અનેક લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે. જેમની માટે તમામ વ્યવસ્થા કરાઈ છે. ખાસ કરીને ટ્રાફિસની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે, કાર્યક્રમ દરમિયાન તેઓ સમારોહ તરફના રસ્તા પર આવવાનું ટાળે.

arvind kejriwal
arvind kejriwal

By

Published : Feb 15, 2020, 11:01 AM IST

ટ્રાફિક પોલીસના જણાવ્યાનુસાર, રવિવારે દિલ્હીના મુખ્યપ્રધાન પદનો શપથ સમારોહ રામલીલા મેદાનમાં યોજાવવાનો છે. જે બપોરે 12થી 2 કલાકથી સુધી યોજાશે. જેના કારણે રામલીલા મેદાનમ સહિતના વિસ્તારોમાં સવારે 8 કલાકથી બપોરે 2 વાગ્યા સુધી ટ્રાફક જામની સમસ્યા સર્જાવવાની શક્યતા ,ે. ત્યારે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે વ્યાપક વ્યવસ્થા ગોાઈવી છે.

આ રસ્તાઓ પર રહેશે પોલીસ પ્રતિબંધ....

તમામ પ્રકારના વ્યવસાયિક વાહનો અને બસોની અવરજવર રાજઘાટ ચોક, દિલ્હી ગેટ ચોક, ગુરુ નાનક દેવ ચોક તરફ રહેશે. દિલ્હી ગેટ ચોકથી નેતાજી સુભાષ માર્ગ, પહરગંજ ચોકથી અજમેરી ગેટથી ડીબીજી રોડ, રામચરણ અગ્રવાલ ચોકથી દિલ્હી ગેટથી બહાદુર શાહ ઝફર માર્ગ, મિન્ટો રોડથી કમલા માર્કેટથી વિવેકાનંદ માર્ગ અને બરખંબા માર્ગથી ટોલ્સટોય માર્ગથી રણજિતસિંહ ફ્લાયઓવર બસો અને વ્યવસાયિક વાહનોની અવરજવર બંધ રહેશે.

ટ્રાફિક પોલીસની અપીલ....

ટ્રાફિક પોલીસે કહ્યું છે કે, કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોેએ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને સાથ આપી ટ્રફિકનું પાલન કરવું પડશે. તેમજ જે લોકો કાર્યક્રમમાં ભાગ લેવાના નથી તેમણે સમારોહના આજુ-બાજુના વિસ્તારથી દૂર રહેવું. આ સિવાય ટ્રાફિક જામને ટાળવા માટે લોકોને મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details