ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના IGI એરપોર્ટ પરથી મળેલી શંકાસ્પદ બેગમાંથી નીકળ્યાં રમકડાં

નવી દિલ્હીઃ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3 પરથી શંકાસ્પદ બેગની મળી હતી. જેની તપાસ કરતાં તેમાંથી રમકડાં, ચાર્જર અને ચોકલેટ નીકળી છે. તેમજ આ બેગ હરિયાણામાં રહેતાં શાહિદનું હોવાનું બહાર આવ્યું છે.

IGI એરપોર્ટ પરથી મળેલાં RDXવાળા બેગમાંથી નીકળ્યાં રમકડાં

By

Published : Nov 2, 2019, 1:35 PM IST

DCP દિલ્હી એરપોર્ટ, સંજય ભાટિયાના જણાવ્યાનુંસાર, શુક્રવારે એરપોર્ટ પરથી મળેલું બેગ હરિયાણાના વલ્લભગઢમાં રહેતાં શાહિદનું છે. આ બેગમાંથી રમકડા, ચાર્જર અને ચોકલેટ નીકળી હતી.

શુક્રવારે મળેલાં બિનવારસી બેગે દિલ્હી તંત્રને ચકડોડે ચઢાવ્યું હતું. જેથી DCPએ બેગના માલિક શાહિદને બેગને એરપોર્ટ પર છોડવા માટે ક્લીન ચીટ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ટર્મિનલ 3 પરથી બિનવારસી બેગ મળ્યું હતું. જેની શરૂઆતની તપાસ દરમિયાન બેગમાં વિસ્ફોટ હોવાના સંકેત મળ્યાં હતા. ત્યારબાદ બેગને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી હતી. જ્યાં બેગમાંથી રમકડાં, ચાર્જર અને સૂકામેવો સહિતની વસ્તુઓ મળી હતી.

આમ, એક તરફ ખતરાની આશંકા ખોટી સાબિત થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ મુસાફરોની બેદરકારીને કારણે સમગ્ર દેશમાં અફરાતફરી થતાં એરપોર્ટ તંત્રએ નિયમોમાં પહેલાં કરતાં વધુ કડકાઈ દાખવવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details