નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવિડ -19 ને લઇને સફાઇ કામદારોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી, ત્યારે કેન્દ્રીય પર્યટન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ તેમના પુત્ર સાથે શેરીઓ સ્વચ્છ કરવા ભોપાલ પહોંચ્યા હતા. અમૂક વિસ્તારમાં સ્વચ્છતા કર્મચારીઓની અછત છે, તે જાણીને પટેલ તેમના પુત્ર સાથે તેઓની મદદ કરવાનું નક્કી કર્યું.
પ્રબલ પટેલ કહ્યું કે, "હું હંમેશાથી આ કપરી પરિસ્થિતીમાં લોકોની મદદ કરવા ઇચ્છતો હતો, ત્યારે મારા પિતાએ મને કહ્યું કે, સેનેટાઇઝ કામદારોમાં માણસોની જરુર છે. પછી અમે ડી.એમ.ની કચેરીમાં સ્વયંસેવક માટે અરજી કરી હતી અને મંજૂર થયા બાદ હું અને મારા પિતા કામદારો સાથે ગયા".