રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 364 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 29 દર્દીનાં મોત થયા છે.
કોરના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન ગરીબો માટો રોજગારીનો સ્ત્રોત બંધ થઈ જતાં તેઓ માટે પરિવારનું ગુજરાન ચલાવવું ભારે પડ્યું છે. જેથી સરકાર દ્વારા તેમના માટે મનરેગા યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે.
ચોમાસુ સામાન્ય રીતે આશરે 16થી 20 મે ની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પર પહોંચે છે. ગયા મહિને તેના આગમનની સંભવિત તારીખમાં સુધારો કરીને 22 મે કરવામાં આવી હતી. આઇએમડીએ જણાવ્યું હતું કે, ચોમાસુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે સામાન્ય તારીખથી આશરે 6 દિવસ પહેલા 16 મેની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પહોંચવાની સંભાવના છે.
સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીથી લડી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ બાકી રહ્યું નથી. સમગ્ર દેશને ફરીથી ઉભો કરવા માટે ગતરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાવતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ જાહેર કરેલા આર્થિક પેકેજથી ભારત દેશ મહાસત્તા બનશે તેવી પણ શુભેચ્છાઓ આપી હતી.
ગુજરાતના વડોદરાથી દોડતી ટ્રેનમાં ગોરખપુરની વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. બાદમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું.