ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ચીનનો ચંચુપાત

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : May 13, 2020, 7:35 AM IST

રાજ્યમાં કોરોના વાયરસના વધતાં આંકડા પર હજુ કાબૂ મેળવી શકાયો નથી. સરકાર દ્વારા પોતાના ગ્રાફમાં રિકવરી રેટને આગળ ધરીને ગુજરાત સમગ્ર દેશ કરતાં રિકવરીમાં ખૂબ જ આગળ હોય તેવું જણાવવામાં આવ્યું છે, ત્યારે આજે પણ 24 મોત થયાં છે. જેમાં 21 અમદાવાદ જ્યારે સૂરત, રાજકોટ અને વડોદરામાં એક-એક મોત થયું છે.


એર ઇન્ડિયા અને તેની સાથે જોડાયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસે વંદે ભારત અભિયાનના પ્રથમ પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. જે લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા 6,037 ભારતીયોને દેશમાં લઇ આવી હતી.

ગયા મહિને પાલઘરમાં બે સાધુઓ સહિત ત્રણ લોકોને માર મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે વધુ 18 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં કુલ 134 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ ધોળકા મતક્ષેત્ર સંદર્ભમાં હાઈકોર્ટના ચૂકાદા અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોળકા મતક્ષેત્રમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સામેના હરીફ ઉમેદવારે મતગણતરીના સંદર્ભમાં કેટલાક ઇશ્યૂ ઉભા કર્યાં હતાં. આ અંગે આજે હાઈકોર્ટનો ચૂકાદો આવ્યો છે, તે ભાજપ માટે આઘાતજનક છે.

હજીરા હાઈવે પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.


સીએમઆઈઇના અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2019-20માં 20-24 વર્ષની ઉંમરે નોકરી કરનારાઓની સંખ્યા 3.42 કરોડ હતી, જે એપ્રિલ 2020માં ઘટીને 2.09 કરોડ થઈ ગઈ છે. તે જ સમયે, 25-29 વર્ષની ઉંમરે, અન્ય 1.4 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે.

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું કે, કોરોના રોગચાળાને લીધે હવે દરેકનું જીવન એક સરખું નહીં રહે. તેમણે કહ્યું કે લોકડાઉનથી લોકોને પોતાને ચિંતન કરવાની, તેમના સંબંધીઓ, મિત્રોનો સંપર્ક કરવાની અને જીવનમાં 'નવી સામાન્યતા' અથવા ન્યૂ નોર્મલ સ્વીકારવાની તક મળી.

વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોનાનો નિર્દયી પંજો ફરી વળ્યો છે અને તેનું આક્રમણ હજી પણ યથાવત્ છે. સમગ્ર વિશ્વમાં લગભગ 40 લાખ કેસો અને 2,73,000 મોત સાથે કોરોનાના સ્વરૂપમાં એક ભયાવહ હોનારત આકાર પામી છે! સૌથી વધુ જાનહાનિ વહોરનારા દેશોની યાદીમાં અમેરિકા બાદ બ્રિટન, ઇટાલી અને સ્પેન જેવા દેશોનો ક્રમ આવે છે. 56 હજાર કરતાં વધુ કેસો અને આશરે 1900 લોકોનાં મોત સાથે ભારતમાં પરિસ્થિતિ ડરામણી બની રહી છે. ઘણા દેશોમાં 90,000 જેટલા હેલ્થ કેર વર્કર્સને પ્રભાવિત કરનારા કોરોનાએ માનવ અસ્તિત્વ સામે સર્જેલા જોખમને પગલે આખું વિશ્વ આ મહામારીને નાથી શકે તેવી રસીની રાહ જોઇ રહ્યું છે.

કલમ 370 અને 35A રદ્દ કરીને અને જમ્મુ કશ્મીર અને લદ્દાખને નવા યુનીયન ટેરેટરી જાહેર કર્યા બાદ નવેમ્બર 2019માં ભારતના રાજકીય નકશાની નવી આવૃતિ બહાર પાડી. એ સમયે નેપાળે આરોપ સાથે આ નકશા સામે વાંધો ઉઠાવ્યો હતો કે દેશના સુંદરપશ્ચીમ પ્રાંતના દાર્ચુલા જિલ્લાના એક વિસ્તારમાં આવેલા ‘કાલાપાની’ ક્ષેત્રને ઉત્તરાખંડ રાજ્યના પીથોરાગ જિલ્લાના ભાગરૂપે ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. નેપાળના આ આરોપ સામે ભારતે સ્પષ્ટતા કરી કે આ નકશામાં કાર્ટગ્રાફિક અગ્રેશનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આ નકશો સચોટ છે સાથે જ ભારતે કહ્યુ કે આ નકશામાં એવુ કંઈ પણ દર્શાવવામાં નથી આવ્યુ જે આ પહેલા દર્શાવેલા નકશામાં ન હોય.


રેલવે મંત્રાલય અને રેલ પ્રધાન પીયૂષ ગોયલના ટ્વીટ બાદ આંશિક રૂપે રેલવેનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 15 ટ્રેનો દિલ્હી તેમજ ભારતના મોટા શહેરોને જોડશે. જેથી લોકડાઉનમાં ફસાયેલાં લોકો પોતાના શહેર પરત ફરી શકશે. આવી જ એક ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી દિલ્હી જવા સાંજે 06:20 મિનિટે રવાના થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details