ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @9 PM : વાંચો સાંજે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @9 PM : વાંચો સાંજે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
TOP NEWS @9 PM : વાંચો સાંજે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : May 14, 2020, 9:02 PM IST

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે ગુરુવારના અમદાવાદના હાર્દ સમાન ગણાતા એસજી હાઈવે પર પહોંચ્યાં હતાં. એસજી હાઈવે પહોંચીને જે સિક્સ લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે તે કામનું નિરીક્ષણ કર્યું હતું. લોકડાઉન-4ના નવા નિયમોને લઈને નિતીન પટેલે આજે એક મોટું નિવેદન આપ્યું હતું.


ગુજરાતમાં લોકડાઉન 4.0માં ઘણી છૂટછાટ મળશે: નિતીન પટેલ

કોરોના વાઇરસનું સંક્રમણ હવે ગીરની કેસર કેરી પર પણ લાગે તો નવાઈ નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ બજારમાં પોતાની જગ્યા બનાવનાર ગીરની કેસર કેરી હાલ યુરોપ સહિત વિશ્વના અનેક દેશોમાં લોકડાઉનને કારણે પહોંચવામાં નિષ્ફળ બનશે તેવું વર્તમાન સમય અને સંજોગો મુજબ લાગી રહ્યું છે. ત્યારે નિકાસ નહીં થવાથી ખેડૂતોને પણ મોટું આર્થિક નુકસાન થાય તેવી શક્યતાઓ છે.


ગીરની શાન કેસર કેરીના સ્વાદથી વિદેશી રસિયા વંચિત રહેશે? નિકાસની નહીવત્ શક્યતાઓ



કોરોના વાઇરસના પગલે રાખવામાં આવેલા લોકડાઉનને 50 દિવસ પૂર્ણ થઇ ગયા છે. ત્યારે પોલીસ દ્વારા લોકોને લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. 50 દિવસના લોકડાઉન દરમિયાન પોલીસે કઈ રીતે કાર્યવાહી કરી તેના વિશે જાણો...


જાણો 50 દિવસના લોકડાઉન દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી

રાજકોટ: જિલ્લાના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. લલિત વસોયા સુરતમાં ફસાયેલા પોતાના મત વિસ્તારના લોકોને લેવા માટે સુરત ગયા હતા. જેથી અન્ય જિલ્લામાંથી આવતા કોઈ પણ વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઈન કરવાની સરકારની ગાઈડ લાઈન મુજબ લલિત વસોયાને 10 મે થી 23 મે સુધી હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાને હોમ ક્વોરેન્ટાઈ કરાયા

સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાત માસની પ્રેગ્નન્સી હોવા છતાં આરોગ્ય કર્મી ભાવનાબેન પોતાની ફરજ બજાવે છે. વાંચો આ અદ્ભૂત કહાની...


ફરજને સલામ...સાત માસની પ્રેગ્નન્સી હોવા છતાં ફરજ બજાવી રહી છે આ મહિલા...

કોરોના સંક્રમણને નાથવા 50 દિવસ ઉપરથી દેશમાં લોકડાઉન છે. ત્યારે લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ વિભાગ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જેના પગલે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.


Exclusive: જાણો, આણંદ પોલીસ અધિક્ષકે લોકડાઉનના પાલન માટે શું કર્યું...?


અમરેલીના ધારી ગીર વિસ્તારમાં ચાર દિવસમાં 3 સિંહણના મોત નિપજ્યા છે. સિંહણના મૃતદેહને વનવિભાગ દ્વારા પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.


ખાંભા વિસ્તારમાં સિંહોનો મોતનો સિલસિલો યથાવત, છેલ્લા ચાર દિવસમાં 3 સિંહણના મોત

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચૂકાદામાં તમામ હાઈકોર્ટ, ફોરમ, કમિશન, સહિત તમામ પ્રકારના ફોરમમાં કોરોના સંકટ સમયમાં કોટ, ગાઉન કે રોબ નહી પહેરવામાંથી હંગામી ધોરણે છૂટ આપી છે. કોરોના વાઈરસને લગતી જાહેર ચેતવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.


સુપ્રીમ કોર્ટે કોરોના સંકટ સમયે વકીલોને કોટ, રોબ્સ, પહેરવામાંથી છૂટ આપી


ભારત સરકારે લોકડાઉનને કારણે વિશ્વભરમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે વંદે ભારત મિશન શરૂ કર્યું છે. જેના કારણે વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવાની કાર્યવાહી શરૂ છે. સિંગાપોરથી કર્ણાટકના 152 ભારતીયો ઘરે પહોંચ્યા છે.


વંદે ભારત મિશન: 152 ભારતીયોને સિંગાપોરથી કર્ણાટક લાવવામાં આવ્યા

સીતારામને જણાવ્યું હતું કે, આઠ કરોડ પ્રવાસી મજૂરોને બે મહિના માટે મફત રાશન મળશે. કેન્દ્ર સરકાર રાશનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે અને લાગુ રાજ્ય સરકારો કરશે. તેમણે કહ્યું કે તેની પાછળ કુલ 3500 કરોડનો ખર્ચ થશે.


8 કરોડ પ્રવાસી મજૂરોને જુલાઈ સુધી મફત અનાજ : નાણાં પ્રધાન

ABOUT THE AUTHOR

...view details