ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

By

Published : May 14, 2020, 7:17 PM IST

8 કરોડ મજૂરોને મફત રાશન મળશે, તેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે, વન નેશન વન રાશન કાર્ડની યોજના આવશે. રોડ અને ફૂટપાથ પર કામ કરતાં મજૂરો માટે 5 હજાર કરોડની સહાય યોજના. મુદ્રા શિશુ લોન લેનારને 2 ટકા વ્યાજની છૂટ મળશે. સરકાર ક્રેડિટ લીંક બેઝ્ડ સબસિડી યોજનાને માર્ચ 2021 સુધી લંબાવી છે. એડિશનલ ઈમરજન્સી વર્કિંગ કેપિટલ ફંડ નાબાર્ડ દ્વારા સ્થાપિત થશે વિગેરે જાહેરાતો રાહત પેકેજની વિગત આપતા નાણાં પ્રધાન નિર્મલા સિતારમન દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતમાં લોકોડાઉનના કારણે અનેક વેપારી, રોજગાર અને ધંધા પડી ભાંગ્યા છે. ત્યારે ગુજરાતના નાના વેપારીઓ, રોજગારો અને ધંધાને ફરીથી પગભર કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરી છે. જેનાથી 10 લાખથી વધુ લોકોને લાભ મળશે.

રાજ્ય સરકારે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે રાજ્યના માર્કેટિંગ યાર્ડ ખોલવાનું નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં લઇને 1 મેથી ટેકાના ભાવે ચણા, ઘઉંના ટેકાના ભાવે ખરીદી સરકારે જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં મબલખ આવક થઇ હોવાની માહિતી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે આપી હતી.

કોંગ્રેસ દ્વારા પ્રજાજનોને કોરોના મહામારીમાં સહાયરૂપ થવા ‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન’ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર અનેક આક્ષેપો કર્યા હતા જેના જવાબમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની 'ઇ-જનમિત્ર હેલ્પલાઇન' ફક્ત તકવાદી રાજકારણનું એક ઉદાહરણ છે.

નવી દિલ્હી: એર ઇન્ડિયા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતમાંથી અન્ય 6 દેશોમાં જવા માટે એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

સુરત: નાણાં પ્રધાન સીતારમણ દ્વારા ગુરુવારે આર્થિક પેકેજ અંગે જાહેરાત કરવામાં આવી હતી. જે ખેડુતલક્ષી હતુ, પરંતુ ગુજરાત ખેડૂત સમાજે જાહેરાત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ જાહેરાત ખેડૂતો માટે માત્ર લોલીપોપ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આર્થિક જાહેરાતને લઇને જે આશાઓ હતી, તે પૂર્ણ થઇ નથી.

લોકડાઉનની પરિસ્થિતિમાં વેપાર કરવાનું ઉદાહરણ સુરતની દીપ્તિ ભાલાળાએ પૂરું પાડ્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં બ્યૂટિક ચલાવતી દીપ્તિ ભાલાળાએ ખાસ ડિઝાઇન કરી ખાદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. આ માસ્કની ખાસિયત છે કે, આ સંપૂર્ણ રીતે ખાદીના કાપડનાં 2 લેયરથી તૈયાર કરવામાં આવ્યાં છે. જે ભીષણ ગરમીમાં ચહેરા પર ઠંડક આપે છે.

કોરોના મહામારીના લોકડાઉનમાં સાવચેત લોકો પોતાના ઘરોમાં જ રહેવાનું યોગ્ય સમજી રહ્યાં છે. ત્યારે અમુક લોકો આ સમયનો સદુપયોગ પણ કરી રહ્યાં છે. પાટણમાં રહેતા હસ્તકલા કસબી અને ફ્રીહેન્ડ સ્કેચ બનાવવાનો શોખ ધરાવતાં યુવાને દેશના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોના સ્કેચ બનાવી પોતાની કલાને નિખારવા સાથે લોકોને ઘરમાં રહેવાનો સંદેશ પણ આપ્યો છે.

શહેરમાં વસતા પશ્રિમ બંગાળના શ્રમિકોની હાલત ખૂબ જ કફોડી બની ગઇ છે. ત્યારે બંગાળી શ્રમિકો દ્વારા એક જ વાત કરવામા આવી રહી છે કે, તેમને વતન જવા મળે. ETV Bharatના માધ્યમથી તેઓએ મમતા સરકાર પાસે ગુહાર લગાવી છે. સાત હજારની યાદી કલેક્ટરને સુપરત કરવામા આવી રહી છે. જેમાં તમામ શ્રમિકો એક જ આશા લઇને બેઠા છે કે ક્યારે તેઓ પોતાના વતન પરત ફરશે.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને કારણે સરકારને લોકડાઉન લંબાવવાની ફરજ પડી છે. ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોને લોકડાઉનના પગલે અર્થતંત્રને થયેલું નુકસાન નડી રહ્યું છે. બનાસકાંઠામાં પણ દાડમની ખેતી કરતા ખેડૂતો મજૂરોની અછત, પોષણક્ષમ ભાવ ન મળવા, નિકાસ બંધ થવી વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે લાખણીના એક કંટાળેલા ખેડૂતે વ્યવસ્થિત ભાવ ન મળતા દાડમના છોડ પર ટ્રેક્ટર ફેરવી તેનો પોતે જ પાકનો નાશ કરી દીધો હતો.

અમદાવાદમાં હાલમાં ચાલી રહેલી લોકડાઉનની પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સ તરીકે પોલીસકર્મીઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે પોલીસકર્મીએ કોરોનાના દર્દી માટે પ્લાઝ્મા ડોનેશન પણ કર્યું છે.

લગભગ 40 દિવસથી જુદા-જુદા ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં રહીને અને કોરોના વાઇરસથી સંક્રમણ ન હોવા છતા બહાર નહીં આવવા દેતા તબલીગી જમાતના 3300 સભ્યો દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD ડૉક્ટર આર.એસ. સોઢીએ આઈસ્ક્રીમના વેચાણ અને ખરીદી પર કોરોના વાઇરસના સંક્રમણની થયેલી અસર પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

આજે ગુરુવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સેંકડો પરપ્રાંતિય કામદારો ફરીથી ઘરે જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. માહિતી મળતા વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ઔરંગાબાદ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરોએ દેખાવો કર્યા હતા. બંને જગ્યાએ વહીવટી તંત્રે કામદારોને સમજાવ્યા અને તેઓને ઘરે પરત મોકલી દીધા હતા.




દારુણ દુષ્કર્મની પીડિતા 6 વર્ષની ગુડિયાની આ ખૂબ જ હૃદયદ્રાવક વાત છે. અપરાધીએ તેના શરીરને જે રીતે તોડીફોડી નાંખવાની ક્રૂરતા આચરી હતી તેમાંથી બે વર્ષે પણ ગુડિયા બહાર નથી આવી શકી. તેના એક પછી એક ઓપરેશન થઈ રહ્યાં છે. તેનું 5મું ઓપરેશન લૉકડાઉનના કારણે અટકી પડ્યું છે. ત્યારે અમદાવાદના બદલે સૂરતમાં બાકીના બે ઓપરેશન હાથ ધરવામાં આવે તેવા પ્રયત્ન ડૉક્ટરોએ શરુ કર્યાં છે.

દક્ષિણ ભારતના કેરળ બાદ દક્ષિણ ગુજરાતના નવસારીમાં થતી ફણસની ખેતી પણ કોરોનાને કારણે પ્રભાવિત થઈ છે. કેરી અને ચીકૂ કે અન્ય ખેતરોના શેઢા પર થતાં ફણસ ફળમાખી અને ઉનાળાની ગરમી વધવાને કારણે ફૂગ અને સુકારાના રોગનો શિકાર બની રહ્યા છે. જેને કારણે ફણસમાં પણ આર્થિક નુકસાન સહન કરવાના દિવસો આવે તેવી ભીતિ ખેડૂતોના ચહેરા પર જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details