ટ્વિટર પર કોંગ્રેસના નેતા અહેમદ પટેલે લખ્યુ હતું કે, ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ્ની સંખ્યા સતત ઘટી રહી છે અને એ રાષ્ટ્રીય પોલિસીની વિરુદ્ધ છે. તેના જવાબમાં CM વિજય રૂપાણીએ તત્કાળ ટ્વિટર પર જ જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા ઘટી નથી, પહેલા તેઓ રજૂ કરેલા અંકડાઓનો સ્ત્રોત તપાસી લે, એ વાસ્તવિકતાથી દૂર છે. ટ્વિટની સાથે CM વિજય રૂપાણીએ એક ઇમેજ પણ મૂકી છે,જેમાં સાચા આંકડાઓ અપાયા છે.
ગુજરાતમાં કોરોના ટેસ્ટ્ની સંખ્યા ઘટી નથી, રાષ્ટ્રીય સરેરાશ અને બીજા રાજ્યો કરતા ઉંચી ટકાવારી: CM વિજય રૂપાણી
આવતીકાલે એટલે કે 17 મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. જે સવારે 8 વાગ્યે શિક્ષણ વિભાગની વેબ સાઇટ www.gseb.org પર જોઇ શકાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આતુરતાનો અંત, આવતીકાલે પરિણામ
ગાંધીનગમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જાહેરાત કરી હતી કે રાજ્યના ગરીબ પરિવારોને મે મહિનામાં ફરીથી વિનામૂલ્યે રાશન અને પશુના લીલા ઘાસચારા માટે રજિસ્ટર ગૌશાળાઓને પશુ દીઠ 25 રૂપિયા સહાય આપવામાં આવશે.
રાજ્ય સરકાર મે મહિનામાં પશુ દીઠ 25 રૂપિયાની સહાય અને જરૂરીયાદમંદોને વિનામૂલ્યે રાશન આપશે
બોમ્બે હાઈકોર્ટે લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં રહેતા આદિવાસી સમુદાયને અન્ન અને જરૂરી સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે.
હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું - આદિવાસીઓ સુધી જરૂરી સુવિધાઓ પહોંચાડો
છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોના વાઈરસના 438 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.