નવી દિલ્હી: સૂત્રોએ જણાવ્યું હતું કે, એયર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરિયાની આગેવાનીમાં યોજાનારી આ બેઠકનો મુખ્ય એજન્ડા ચીન સાથેની સરહદો અને પૂર્વી લદ્દાખ અને ઉત્તરીય સરહદોમાં સૈન્ય દ્વારા કરવામાં આવતી ફોરવર્ડ તૈનાતની પરિસ્થિતિ વિશે હશે. સાત કમાન્ડર-ઇન-ચીફ આ બેઠકમાં ભાગ લેશે.
વાયુસેનાએ તેના આધુનિક કાફલા જેવા કે મિરાજ 2000, સુખોઇ-30, અને મિગ-29 જેવા લડાકુ વિમાનોને ત્યાંના એડવાન્સ્ડ અને ફોરવર્ડ બેઝ પર તૈનાત કર્યા છે. જ્યાંથી તેઓ દિવસ અને રાત્રે ઓપરેશન કરી રહ્યા છે. અપાચે એટેક હેલિકોપ્ટર ચીનની સરહદ સાથે ફોરવર્ડ બેસ પર તૈનાત કરવામાં આવ્યું છે અને તે રાત્રી દરમિયાન પૂર્વી લદ્દાખ વિસ્તારમાં સતત ઉડાન ભરી રહ્યું છે.