ચૂંટણી સમિતિની બેઠક મળે તે પહેલાની આ મીટિંગમાં ઉમેદવારોની યાદી અને ચૂંટણીની રણનીતિ પર ચર્ચા થઈ રહી છે.
હરિયાણા ચૂંટણી: દિલ્હીમાં અમિત શાહ-જેપી નડ્ડાની બેઠક, ઉમેદવારોની યાદી પર ચર્ચા - ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019ને લઈ દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક ચાલી રહી છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં આ બેઠક થઈ રહી છે. આ બેઠકમાં હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, હરિયાણા ચૂંટણી પ્રભારી નરેન્દ્રસિંહ તોમર અને પ્રદેશ પ્રભારી અનિલ જૈન પણ હાજર છે.
latest haryana bjp news
આ અગાઉ મંગળવારે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલ સાથે પણ મુલાકાત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ બંને પાર્ટી વચ્ચે ગઠબંધનને લઈ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
Last Updated : Sep 25, 2019, 5:43 PM IST