નવી દિલ્હીઃ સેના પ્રમુખોની બેઠકામાં શીર્ષ સૈન્ય કમાન્ડર ભાગ લઇ રહ્યા છે. જાણકારી અનુસાર બેઠકમાં લદાખમાં ચીની આક્રમણ સહિત બધા સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પહેલા લદાખમાં સ્થિતિની સમીક્ષા માટે પીએમઓ અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અલગ-અલગ બેઠકો કરી ચૂક્યા છે.
વધુમાં જણાવીએ તો સેના કમાન્ડર સમ્મેલન (એસીસી) આજથી શરુ થયું છે. એસીસી વર્ષમાં બે વાર એક અઠવાડિયા માટે આયોજીત કરવામાં આવશે. સામાન્ય રીતે માર્ચ- એપ્રિલ અને ઓક્ટોબરમાં તેનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોવિડ 19ને લીધે હાલની સ્થિતિને કારણે સમ્મેલન સ્થગિત કરવામાં આવ્યું હતું.
આ વખતે 2020ના પહેલા એસીસી બે ભાગોમાં યોજાશે, જ્યારે બીજા ભાગી તારીખ અત્યાર સુધી નક્કી થઇ નથી. આ જૂનના અંતિમ અઠવાડિયામાં આયોજિત થવાની આશા છે.