ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ રહ્યા 17મી લોકસભાના TOP-10 ધનિક ઉમેદવારો

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 19 કરોડ 92 લાખ છે, જ્યારે ભાજપના કરોડપતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 13.37 કરોડ રૂપિયા છે. તે જ અપક્ષ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ સવા કરોડ રૂપિયા છે.

loksabha candidates

By

Published : May 18, 2019, 8:23 PM IST

1. લોકસભા ચૂંટણી 2019ના અપક્ષ ઉમેદવાર રમેશકુમાર શર્મા સૌથી ધનિક ઉમેદવાર છે. તેમની સંપત્તિ 1,107 કરોડ રુપિયા છે.

રમેશકુમાર શર્મા

2. તેલંગાણાના ચેવેલ્લાથી કોંગ્રેસ ઉમેદવાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડી બીજા સૌથી ધનિક ઉમેદવાર છે. તેમની સંપત્તિ 895 કરોડ રુપિયા છે.

કોંડા વિશ્વેશ્વર રેડ્ડી

3.મધ્યપ્રદેશના છિંદવાડાથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નકુલ નાથ ત્રીજા નંબરે છે. તેમની કુલ સંપત્તિ 660 કરોડ રુપિયા છે.

નકુલ નાથ

4. તમિલનાડુમાં કન્યાકુમારીથી ચૂંટણી લડનારા કોંગ્રેસી ઉમેદવાર વસંતકુમાર. એચ. ચોથા ધનિક ઉમેદવાર છે. તેમની સંપત્તિ 417 કરોડ રુપિયા છે.

વસંતકુમાર. એચ.

5.મધ્ય પ્રદેશના ગુનાથી ચૂંટણી લડનારા કોંગ્રેના જ્યોતિરાદિત્ય સિંધયા 374 કરોડ રુપિયાની સંપત્તિ સાથે પાંચમા ક્રમાંકે આવે છે.

જ્યોતિરાદિત્ય સિંધયા

6. આંધ્રપ્રદેશના વિજયવાડાથી YSR કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એમ. વી. વી. સત્યનારાયણ છઠ્ઠા સ્થાને છે. તેમની સંપત્તિ 347 કરોડ રુપિયા છે.

એમ.વી.વી. સત્યનારાયણ

7.બિહારના પૂર્ણિયાથી ચૂંટણી લડી રહેલા કોંગી નેતા ઉદય સિંહ આ લિસ્ટમાં સાતમાં સ્થાને આવે છે. તેમની સંપત્તિ 341 કરોડ રુપિયા છે.

ઉદય સિંહ

8 કર્ણાટકના બેંગલોરના ગ્રામીણ વિસ્તારથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ડી. કે. સુરેશ આઠમાં ક્રમાંકે આવે છે. તેમની સંપત્તિ 338 કરોડ રુપિયા છે.

ડીકે સુરેશ

9. આંધ્રપ્રદેશના નરસાપુરમથી ચૂંટણી લડી રહેલા YSR કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રઘુરામ કૃષ્ણ રાજુ 352 કરોડની સંપત્તિ સાથે નવમું સ્થાન ધરાવે છે.

રધુ રામ કૃષ્ણ રાજુ

10.તેલુગુ દેશમ પાર્ટીના જયદેવ ગલ્લા, જે આંધ્રપ્રદેશના ગુંટૂરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સંપત્તિ 305 કરોડ છે. તેઓ આ લિસ્ટમાં 10માં સ્થાને આવે છે.

જયદેવ ગલ્લા

ABOUT THE AUTHOR

...view details