પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બનર્જી અને તેમની પાર્ટી તૃલમૂલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ TMC નેતા અર્જુન સિંહ ભાટાપારા સીટથી ધારાસભ્ય હતાં. ધારાસભ્ય અર્જુન સિંહ ગુરુવારે TMC છોડીને BJPમાં શામેલ થઈ ગયાં છે. BJPના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં અર્જુનસિંહે ભાજપનો ખેસ પહેરી લીધો છે. ટૉમ વડક્કને કોંગ્રેસ છોડીને BJPનો કેસરિયા ધારણ કરી લીધે છે. ટૉમ વડક્કન સોનિયા ગાંધીના પૂર્વ સચિવ રહી ચૂક્યાં છે.
કોંગ્રેસના ટૉમ વડક્કન અને TMCના અર્જુન સિહે કેસરિયો ધારણ કર્યો - Ravishankar prasad
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણાની જાહેર થતા જ પાર્ટી બદલવાની રાજકીય રમત પણ શરૂ થઈ ગઈ છે. વોટિંગ પહેલા મમતાને મોટો ઝટકો લાગ્યો છે. TMC ધારાસભ્ય અર્જુન સિંહે પાર્ટી છોડી BJPનો ખેસ પહેર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ પૂર્વ પ્રવક્તા અને UPA અધ્યક્ષા સોનિયા ગાંધીના પૂર્વ સચિવ ટૉમ વડક્કન પણ BJPમાં સામેલ થઈ ગયાં છે.
આ અંગે ટૉમે કહ્યું કે, કોંગ્રેસ દેશની સુરક્ષા પર પ્રશ્નો કરી રહી છે. ગુરુવારે વરિષ્ઠ BJP નેતા અને કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ટૉમ વડક્કન ભાજપમાં સામેલ થયા છે. આ પહેલા પશ્વિમ બંગાળના બોલપુર સંસદીય સીટથી તૃલમૂલ સાંસદ અનુપમ હાજરાએ મંગળવારે BJPનો ખેસ પહેરી લીધો હતો. TMC પાર્ટીએ હાજરાને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સસ્પેન્ડ કરી દીધા હતા. હજારા પર આરોપ હતો કે, તેમણે પાર્ટી વિરૂદ્ધનું નિવેદન આપ્યું હતું. આ અંગે TMCએ અનુપમ હજારાની ફેસબુક પોસ્ટ પર દોષારોપણ કર્યું હતું.