ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રિવ્યૂ પિટીશન પર બોલ્યા તોગડિયા, શિયાળુ સત્રમાં કાયદો બનાવી સરકાર મંદિર બનાવે - All India Muslim Personal Law Board

લખનૌ: આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.પ્રવીણ તોગડીયાએ કહ્યું કે, ફરીથી રામજન્મભૂમિ મુદ્દાને લાંબો ખેંચવા કરતાં સારૂં રહેશે કે, સરકાર દ્વારા શિયાળુ સત્રમાં કાયદો બનાવી ઈતિહાસ રચવામાં આવે.

પ્રવિણ તોગડીયા

By

Published : Nov 17, 2019, 8:58 PM IST

રામમંદિર અંગે સુપ્રીમ કોર્ટના 5 ન્યાયધીશોના ચુકાદામાં હવે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન કરશે. જેને લઇને પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનો પરિપત્ર

તોગડીયાએ કહ્યું કે, હવે ફરી રામ મંદિર કોર્ટના ચક્કર લગાવશે. આપણે તમામ લોકો વર્ષોથી માગ કરીએ છીએ કે, સંસદમાં કાયદો પાસ કરી ભવ્ય રામમંદિર અયોધ્યામાં બનાવવું જોઈએ. હવે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી સરકાર આ કાયદો પાસ કરાવે અને ભગવાન શ્રીરામને કોર્ટ તથા વિવાદોમાંથી મુક્તી અપાવે.

ABOUT THE AUTHOR

...view details