મેષ : આપ સામાજિક પ્રસંગોમાં હાજરી આપશો અને મિત્રો તથા સ્નેહીઓ સાથે આપ ઘણો આનંદ માણી શકશો. મિત્રો પાછળ ખર્ચ થશે અને તેમની પાસેથી લાભ પણ મેળવી શકશો. આપ પોતાની આંતરિક શક્તિઓ ખીલવા માટે પ્રયાસ કરો. સંતાનો પાસેથી સારા સમાચાર મેળવી શકશો. લગ્નજીવનમાં શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે. આપના માટે આવકની નવી તકો ઊભી થશે. અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે.
વૃષભ : જે લોકો નવા કામની શરૂઆત અને આયોજન કરવા ઇચ્છે છે તેમના માટે દિવસ ઘણો સારો છે. આજે આપ નોકરી-વ્યવસાયમાં ફાયદાકારક પરિણામો મેળવી શકશો. પદોન્નતિ થાય, વેપારમાં નવી તકો મેળવી શકશો. સરકાર દ્વારા પણ લાભ થઇ શકે છે. સમાજમાં આપની ગણના થશે અને નોંધ લેવાશે. આપના વિલંબમાં પડેલા કામ પૂરા થઇ શકશે. દાંપત્યજીવન વધુ સુખમય રહેશે.
મિથુન : સમય આપના માટે સંપૂર્ણ અનુકૂળ ન હોવાને કારણે આપનું કામ પૂરૂ થવામાં વાર લાગે તેવી શક્યતા છે. આપના શરીરમાં થાક અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે માટે કામનું અતિ ભારણ લેવાનું ટાળજો. પેટની તકલીફો હોય તેમણે ભોજનની અતિશયોક્તિ ટાળવી. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે આજે મહત્વની ચર્ચા કરવાનું ટાળજો. સરકારી બાબતોને લગતી સમસ્યાઓ સામે આવી શકે. અગત્યના કામ કે નિર્ણય આજે ન લેશો. સંતાનો સાથે મનદુઃખ હોય તો શાંતિથી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવાની સલાહ છે. વિરોધીઓ અને હરીફોથી બચીને રહેજો.
કર્ક : મનનું નકારાત્મક વલણ છોડીને દરેક કાર્યમાં અથવા દરેક વ્યક્તિ સાથે વ્યવહારમાં સકારાત્મક અભિગમ સાથે આગળ વધજો. બહારનું ખાવા પીવાના કારણે તંદુરસ્તીને વિપરિત અસર પડી શકે છે માટે સ્વાદના ચટાકા લેવાનું ટાળજો. ક્રોધને અંકુશમાં રાખી શક્ય હોય ત્યાં સુધી રમૂજી રહેવું. પરિવારના સભ્યો સાથે શાંતિ અને વિનમ્રતાથી વર્તન કરવું. નવા સંબંધોની શરૂઆત કરવામાં અતિ ઉતાવળ કરવી નહીં. નાણાંની ખેંચ અનુભવવી પડે. ઇશ્વરભક્તિથી હળવાશ અનુભવી શકશો.
સિંહ : પતિ-પત્ની વચ્ચે નજીવા કારણોને લઇને મતભેદ ટાળવા માટે આજે તમારે એકબીજાને પુરતો અવકાશ આપવો પડશે અને સ્વામીત્વના બદલે સમર્પણની ભાવના કેળવવી પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યની વિશેષ સંભાળ લેવાની સલાહ છે. સાંસારિક બાબતોથી તમે અલગ રહીને પોતાની દુનિયામાં મસ્ત રહેવાનું વિચારશો. સમાજ આપની પ્રતિષ્ઠા વધારવાની વધુ પડતી ઝંખના રાખવા બદલે પોતાના કામથી મતલબ રાખશો તો ફાયદામાં રહેશો. વિજાતીય પાત્રો સાથે વાત કરીને આપને ખુશી મળશે. કાયદાકીય પ્રશ્નોનો હલ શોધવામાં થોડું મોડું થઇ શકે છે.
કન્યા : આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપના ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને આપ ખુશી, નાણાંકીય લાભ અને કામમાં સફળતા મેળવી શકશો. આપના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરીમાં પણ સારો ફાયદો મેળવી શકશો. આપની હાથ નીચે અને સાથે કામ કરતા લોકોનો સહકાર મેળવી શકશો. આપ વિરોધીઓ પર વિજય મેળવી શકશો.