ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ આપના માટે કેવો રહેશે, જાણો આજનુ રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ 2 જુલાઈ 2020
રાશિફળ 2 જુલાઈ 2020

By

Published : Jul 1, 2020, 5:59 AM IST

Updated : Jul 2, 2020, 6:55 AM IST

મેષ :આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્‍યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્‍યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્‍ત કરવા માટે સારો યોગ છે. બોલવા પર સંયમ રાખવાથી કોઈ અનર્થ નહીં સર્જાય. હિતશત્રુઓ હાનિ કરી શકે છે માટે સતર્ક રહેવું. નવા કાર્યની શરૂઆત ન કરવી.

વૃષભ :આજે આપના જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને તેમની સાથે રોમાન્સની પળો માણી શકશો. પરિવારિક પ્રસંગોમાં ભાગ લેવાનું થાય. આપ મોજમસ્તીમાં સમય પસાર કરી શકશો. આપને શારીરિક માનસિક ખુશીનો અનુભવ થશે. સમાજમાં માન-પાન મેળવી શકશો. આપની પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારીઓ પોતાના ધંધામાં આગળ વધી શકશે. ભાગીદારીથી ફાયદો થશે. અચાનક આર્થિક લાભ થાય. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો.

મિથુન : બાકી રહેલા કામ પૂરા કરવા માટે સમય સારો છે. આપના પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હશે. આપના કામમાં આપ યશ પ્રતિષ્ઠા મેળવી શકશો. લોકો સાથેના સંપર્ક દરમિયાન સ્વભાવને શાંત રાખવો જરૂરી છે, બોલવામાં સંયમ રાખશો તો મનદુઃખને ટાળી શકશો. નાણાંકીય લાભ મેળવી શકશો. વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નોકરી કરતા લોકો લાભ મેળવી શકશે.

કર્ક : આજે આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. આજે શરીર અને મનમાં અજંપો ટાળવા માટે કામકાજમાંથી વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લેવાની અથવા પરિવાર સાથે રહેવાની સલાહ આપવામાં આવે છે. આપને પેટને લગતી તકલીફો હોય તો ભોજન પર અંકુશ રાખવો. અચાનક ધનખર્ચની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીઓ વચ્ચે મુલાકાતના પ્રસંગો ઘટી શકે છે. વિજાતીય પાત્ર તરફ આપ વધુ આકર્ષિત થશો પરંતુ આગળ વધતા પહેલાં આપે ધ્યાન રાખવું પડશે. આજે આપ નવું કામ શરૂ કરો અને પ્રવાસ મુલતવી રાખો તે સલાહભર્યુ છે.

સિંહ :તન અને મનની સ્વસ્‍થતા ઓછી રહેવાથી કામકાજમાં તમારે એકાગ્રતા વધારવી પડશે. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા કરવામાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. માતા સાથે આત્મીયતા વધારવાની સલાહ છે. જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્‍તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્‍મક વિચારો મનમાંથી દૂર કાઢીને ખુશ રહેવાનો પ્રયાસ કરવો. જળાશય નજીક જવાનું ટાળજો. પાણીજન્ય બીમારીથી પણ બચવાની સલાહ છે. નોકરીમાં સ્‍ત્રીવર્ગથી સંભાળવું.

કન્યા :આજે આપ વિચાર્યા વગર કોઇ સાહસમાં ઝંપલાવશો નહીં. આપ લાગણીના સંબંધો બાંધી શકશો. સહોદરો સાથે સારા સંબંધ જળવાશે. મિત્રો અને સ્નેહીજનોને મળવાનું મન થાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યામાં આપનો રસ વધશે તેમ જ તેમાં આગળ વધી શકશો. વિરોધીઓ સામે સારી રીતે ટક્કર લઇ શકશો.

તુલા : આજે આપનું મન કકારાત્મક વિચારોમાં પરોવાય તેનો તમારે મહત્તમ પ્રયાસ કરવો પડશે. ક્રોધ છોડીને વાણી અને વર્તનમાં બીજાને સહકાર અને આદર આપવાની ભાવના કેળવશો તો તમારા સંબંધો ખીલી ઉઠશે. જો સહકારની ભાવના નહીં હોય તો પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ થઈ જશે. ખોટો ખર્ચ ટાળવાનો પ્રયાસ કરવો. તબિયતની કાળજી લેવાની સલાહ છે. ખોટા કામથી પોતાની જાતને દૂર રાખજો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત વધારવાની સલાહ છે.

વૃશ્ચિક : આજે આપને તન અને મનની પ્રસન્‍નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય પસાર થાય. દોસ્‍તો કે સગાંસ્‍નેહીઓ તરફથી આપને ઉપહાર મળે. પ્રિયજન સાથેની સંપર્કમાં સફળતા મળે. ઘરમાં શુભ પ્રસંગના આયોજન અંગે ચર્ચા થાય. ધનલાભના યોગ છે. દાંપત્‍યજીવનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો.

ધન :આજે ગુસ્‍સાને અંકુશમાં રાખવો પડશે અને આપના પરિવારજનો તેમ જ અન્‍ય લોકો સાથેના સંબંધો સાચવવા પડશે. આપના બેફામ વાણી અને વર્તન ઝઘડાનું મૂળ બની શકે છે માટે વાણીમાં સ્પષ્ટતા અને નરમાશ રાખવી અથવા મૌન રહેવું. આકસ્મિક ઈજાથી બચીને રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. અદાલતી કામકાજમાં સાવચેતીભર્યું પગલું લેવાની સલાહ છે. નકામા કાર્યો પાછળ આપની શક્તિ વેડફાય નહીં તે ધ્યાન રાખવું.

મકર :આજનો આપનો દિવસ દરેક રીતે લાભદાયી છે. આપ મિત્રો અને સ્નેહીઓ સાથે વાત કરીને આનંદ અનુભવશો. પ્રિયજન સાથે વાત કરીને રોમાંચ અનુભવશો. થોડા પ્રયત્ને લગ્નોત્સુક જાતકોના લગ્નના સંજોગો થઇ શકે છે. નોકરી તેમ જ ધંધામાં આવક વધશે. લગ્નજીવન માણી શકશો. નવી વસ્તુની ખરીદી થઇ શકશે.

કુંભ :દરેક કામ આપ સરળ રીતે અને સફળતાપૂર્વક પાર પાડી શકશો. વેપાર કે નોકરીમાં પણ પ્રગતિ સાધી શકશો. સરકારી કામકાજ કોઇ વિઘ્ન વગર સંપન્ન થશે. ઉપરી અધિકારીઓ તરફથી મદદ મળી રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. મન હળવું થશે. આર્થિક રીતે પ્રગતિ થઇ શકે. આપનું લગ્નજીવન સુખરૂપ રહેશે તેમ જ લોકોમાં આપના પ્રતિ આદરભાવ વધશે.

મીન :આજે આપ આંશિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. શરીરમાં સ્ફુર્તિનો અભાવ વર્તાય તો કામનું ભારણ લેવાના બદલે વિરામ લેજો. તેનાથી પુનરુર્જિત થશો અને આપ્તજનો સાથે સમય વિતાવીને સંબંધોમાં પણ ઘનિષ્ઠતા લાવી શકશો. કોઇ કામમાં વિલંબ થાય તો પણ પ્રયાસો છોડવા નહીં. નસીબના ભરોસે વધુ પડતું બેસી રહેવાનું આપને મોંઘું પડશે. આજે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે તમારું વર્તન સૌમ્ય રહેવું જોઈએ. સંતાનો સંબંધિત કામકાજોમાં સમય આપવો પડશે.

Last Updated : Jul 2, 2020, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details