2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPF પર થયેલા હુમલાના જવાબમાં ભારતે બાલાકોટમાં અસૈન્ય કાર્યવાહી કરી હતી. ભારતીય વાયુસેનાએ ઘણા આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યું હતું.
આજે પુલવામાં હુમલાનું એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. પ્રથમ વરશી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. અમિત શાહે કહ્યું કે, ભારત શહીદ જવાનો અને તેમના પરિવાર પ્રત્યે કાયમી આભારી રહેશે, જે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ અખંડ રાખવા માટે સર્વોચ્ય બલિદાન આપે છે.