2014 પછી 2019માં કોંગ્રેસની શરમજનક હાર થઇ છે. જેમાં અમેઠીના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાર પછી કાર્યસમિતિની બેઠક થનાર છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ બેઠકમાં હાર બાબતે તો ચર્ચા થશે જ, સાથે રાહુલ ગાધી અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવાના છે તેવી પણ અટકળો વહેતી થઇ છે. અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાદ તેના પર જવાબદારીનો વધારો થયો છે.
રાહુલ ગાંધીએ આપ્યું રાજીનામુ, CWCએ કર્યો અસ્વીકાર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં કારમી હાર મેળવ્યા બાદ હારના કારણો પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ વર્કીગ કમિટીની (CWC) બેઠક શરુ થઇ ગઇ છે.
આજે કોંગ્રેસની CWCની બેઠક
રાહુલ ગાંધીના રાજીનામાની વાતચીત વચ્ચે સૌ કોઇની નજર હશે કે રાહુલ ગાંધી રાજીનામુ આપશે કે નહીં. હકીકતમાં, રાહુલને મનાવવાની કોશિશ છેલ્લે સુધી ચાલુ રહેશે. કારણ કે બધા જ લોકો માની રહ્યા છે કે જો રાહુલ રાજીનામુ આપશે તો તે ફરી માનશે નહીં. રાહુલ નથી ઇચ્છતા કે રાજીનામા બાબતે અને ફરી પરત ફરવા બાબતે કોઇ પણ પ્રશ્નો ઉભા થાય.
આજની આ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં અહમ નિર્ણયો લેવામાં આવશે. હવે સૌ કોઇની આ બેઠક પર જ નજર રહશે કે આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે?
Last Updated : May 25, 2019, 2:34 PM IST