ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે 'વિશ્વ પૃથ્વી દિવસ' , PM મોદીએ ટ્વિટ કરી કહ્યું કે..... - National news

નવી દિલ્હીઃ આજે 'વિશ્વ પૃથ્વી દિવસ' છે. 22 એપ્રિલે દુનિયાભરમાં પર્યાવરણના સંરક્ષણને સમર્થન પુરૂ પાડવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી સતત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ધરતી કલ્યાણ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દાખવવાનું પુનરાવર્તન કર્યુ છે.

ડીઝાઈન ફોટો

By

Published : Apr 22, 2019, 11:39 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, " આજે પૃથ્વી દિવસ પર અમે ધરતીમાતાને શ્રદ્ધાપુર્વક નમન કરીએ છીએ. વર્ષોથી આ મહાન ગ્રહ અભૂતપુર્વ વિવિધતાનું ઘર રહ્યું છે. આજે અમે આપણા ગ્રહના કલ્યાણ માટે સતત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને જળવાયુ પરિવર્તનને ઓછુ કરવા માટે કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરીએ છીએ."

દુનિયાભરમાં પર્યાવરણ સરંક્ષણને પ્રોત્સાહન આપવા 1970થી 'પૃથ્વી દિવસ' ઉજવવામાં આવે છે.

विशेष

ABOUT THE AUTHOR

...view details