ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે બદરીનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર થશે - बदरीनाथ धाम

આજે વસંતપંચમીએ બદરીનાથના કપાટ ખોલવાની તારીખ જાહેરાત કરવામાં આવશે. કપાટ ખોલ્યા પહેલા પરંપરા અનુસાર, વિધિ-વિધાન સાથે ગાડૂઘડા યાત્રા મોકલી છે.

આજે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર થશે
આજે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર થશે

By

Published : Jan 29, 2020, 9:52 AM IST

દેહરાદૂન: ચારધામ યાત્રા શરૂ થવામાં ભલે ત્રણ મહિનાથી પણ વધુનો સમય બાકી રહેલો હોય, પરંતુ તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. બરદીનાથ ધામના કપાટ ખુલવાના તારીખ આજે જાહેરાત કરવામાં આવશે. આ સાથે નરેન્દ્રનગર મહેલમાં વિધિ વિધાન સાથે પૂજારી કપાટ ખોલવાની તારીખ જાહેર કરશે.

કપાટ ખોલ્યા પહેલા પરંપરા અનુસાર, વિધિ-વિધાન સાથે ગાડુઘડા યાત્રાને પણ મોકલવામાં આવી છે. સદીઓની પંરપરા અનુસાર ટિહરી રાજ પરિવારની મહિલાઓએ તૈયાર કરેલા તલના તેલને ઘડામાં ભરીને બદરીનાથ ધામ ખાતે મોકલવામાં આવે છે.

તલના તેલથી કપાટ ખૂલ્યા બાદ આવનારા 6 મહીના ભગવાનના ઘરેણા અને પૂજા અર્ચના કરવામાં આવે છે, જેને સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિ-વિધાન સાથેે બદરીનાથ ધામના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details