વડાપ્રધાન મોદી આજે હરિયાણામાં બે રેલીઓ કરશે. જેમાં 12 કલાકે બાઢડા હલકાના ગામ ઘસોલામાં સભાને સંબોધશે. 17 વિધાનસભા વિસ્તારના ઉમેદવારને લઇને વડાપ્રધાન ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરશે.
વડાપ્રધાન મોદી હરિયાણામાં, રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં સભાઓ ગજવશે - maharastra election update
ન્યુઝ ડેસ્ક: વડાપ્રધાન મોદીનો હરિયાણામાં આજે પ્રવાસનો બીજો દિવસ છે. જ્યાં તેઓ ચરખી દાદરી અને કુરૂક્ષેત્રમાં રેલી કરશે. આ ઉપરાંત રાહુલ ગાંધી પણ મહારાષ્ટ્રના વાની અને અરવીમાં સભાને સંબોધન કરશે.
![વડાપ્રધાન મોદી હરિયાણામાં, રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં સભાઓ ગજવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4754898-thumbnail-3x2-df.jpg)
વડાપ્રધાન મોદી હરિયાણામાં, રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં સભાઓ ગજવશે
ચરખી દાદરી બાદ વડાપ્રધાન મોદી કુરૂક્ષેત્ર ખાતે પહોંચશે. જ્યાં પણ સભાને સંબોધન કરશે. જ્યાં સીએમ મનોહર લાલ ખટ્ટર સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત કોંગ્રેસ ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે મહારાષ્ટ્રમાં બે રેલીને સંબોધન કરશે જેમાં તે વાની અને અરવીમાં રેલીને સંબોધન કરશે જ્યાં કોંગ્રેસના ટોંચના નેતાઓ ઉપસ્થિત રહેશે.
Last Updated : Oct 15, 2019, 9:06 AM IST