મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસો દિન-પ્રતિદિન ઝડપથી વધી રહ્યા છે, રવિવારના રોજ રાજ્યમાં કોરોના વાઇરસના નવા 9518 કેસ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં હાલ સુધી કુલ કેસોની સંખ્યા વધીને 3 લાખ 10 હજાર 455 પર પહોચી છે. જ્યારે અત્યારસુધી કુલ 1 લાખ 69 હજાર 569 લોકો સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. જ્યારે કુલ 11 હજાર 854 લોકોના મોત થયા છે. રાજ્યમાં રવિવારના રોજ કુલ 3906 લોકો સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. જ્યારે રવિવારના રોજ 258 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 1,28,370 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 9518 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3 લાખ 10 હજાર 455 થઈ - કોરોના વાઇરસ
રવિવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા 9518 કેસ સામે આવ્યા છે, જે બાદમાં રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 3 લાખ 10 હજાર 455 પર પહોચી છે.
Coronavirus: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 9518 કેસ, કુલ કેસની સંખ્યા 3 લાખ 10 હજાર 455 પર પહોચી
જ્યારે વાત મુંબઇની કરવામાં આવે તો રવિવારના રોજ કોરોના વાઇરસના નવા 1046 કેસ સામે આવ્યા છે. જે બાદ મુંબઇમાં કોરોના કેસોની કુલ સંખ્યા વધીને 1 લાખ 1 હજાર 24 હજાર પર પહોચી છે. જ્યારે કુલ 5711 લોકોના મોત થયા છે, જ્યારે મુંબઇમાં કુલ 23 હજાર 828 લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે.