ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે જલારામ બાપાની 221મી જયંતિ - birth anniversary of Jalaram Bapa

જલારામ બાપાનો જન્મ કારતક મહિનાની સાતમના દિવસે 1799માં, ગુજરાતમાં રાજકોટ જિલ્લાના વિરપુરમાં થયો હતો. તેમના પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈ ઠક્કર હતા. જે લોહાણા સમાજના હતા. તે હિન્દુ દેવ શ્રી રામના પરમ ભક્ત હતા.

Jalaram Bapa
Jalaram Bapa

By

Published : Nov 21, 2020, 4:46 AM IST

ન્યૂઝ ડેસ્ક: સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 221ની જન્મ જયંતિ નિમિત્તે વીરપુરમાં બાપાના મંદિરે દર્શન સવારે 7થી રાત્રીના 9 કલાક સુધી કરી શકાશે. તેમજ પ્રસાદનું વિતરણ સવારે 10થી રાત્રીના 9:30 કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બીજા કોઈ પ્રસંગો ઉજવાશે નહીં. ગાદીપતિ રઘુરામબાપાએ પૂજ્ય જલારામ બાપાના તમામ ભકતોને પોતાના ઘેર રહીને જ જલારામ જયંતિ ઉજવવા અપીલ કરી છે.

પૂજ્ય શ્રી જલારામ બાપાએ પોતાના જીવનકાળમાં કરેલા અમૃતમયી કાર્યોને કારણે આજે અસંખ્ય લોકાના શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. સંતશિરોમણી એવા જલારામ બાપાનો મહિમા જ અપરંપાર છે.જલારામ બાપાનો જન્મ કારતક મહિનાની સાતમના દિવસે 1799માં, ગુજરાતમાં રાજકોટ જિલ્લાના વિરપુરમાં થયો હતો. તેમના પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈ ઠક્કર હતા. જે લોહાણા સમાજના હતા. તે હિન્દુ દેવ શ્રી રામના પરમ ભક્ત હતા.

1816માં 16 વર્ષની ઉંમરે વિરબાઈ સાથે જલારામના લગ્ન થયા હતા. વીરબાઇ આટકોટના પ્રાગજીભાઈ ઠક્કર (સોમૈયા)ની પુત્રી હતા. તેમ છતાં, તેઓ સંપૂર્ણપણે સાંસારિક જીવન છોડીને આધ્યાત્મિક જીવન જીવવાનું વલણ રાખતા હતા, વીરબાઈ પણ તેમના પગલે ચાલીને ગરીબ અને જરૂરીયાતમંદોને ખોરાક આપતા.

ભક્ત જલારામને ગૃહસ્થ જીવનમાં જીવવા માટે તૈયાર ન હતા, પરંતું તેમના પિતાના વ્યવસાયની સંભાળ લેતા રહ્યા. તેઓ મોટે ભાગનો સમય યાત્રાળુઓ, સાધુઓ અને સંતોની સેવા કરવામાં વ્યતિત કરતા હતા. તેમને પિતાના વ્યવસાયથી પોતાને અળગા કરી લીધા અને કાકા વાલજીભાઇએ જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરે રહેવા કહ્યું. પરતું તેમને જાત્રાએ જવાનું નક્કી કર્યું.

18 વર્ષની ઉંમરે, હિન્દુ પવિત્ર સ્થળોએ તીર્થસ્થાનથી પાછા ફર્યા પછી, જલારામ બાપા ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા, ભોજા ભગતે તેમને શિષ્ય તરીકે સ્વીકાર્યા. જલારામને તેમના ગુરૂ ભોજલરામ દ્વારા રામનામનો ગુરૂ મંત્ર અને જાપ માળા આપવામાં આવ્યા હતા. તેમના ગુરૂના આશીર્વાદથી, તેમણે 'સદાવ્રત' નામનું એક ભોજન કેન્દ્ર શરૂ કર્યું, 'સદાવ્રત' એક એવું સ્થળ હતું, જ્યાં બધા સાધુઓ, સંતો તેમજ જરૂરીયાતમંદોને કોઈપણ સમયે ખોરાક મેળવી શકતા હતા.

એક દિવસ, તેમના ઘરે આવેલા એક સાધુએ તેમને ભગવાન રામનો એક દેવતા આપ્યો, અને આગાહી કરી કે, રામના વાનર-દેવ અને ભક્ત હનુમાન જલ્દીથી આવશે. જલારામ બાપાએ રામને તેમના પારિવારિક દેવતા તરીકે સ્થાપિત કર્યા. થોડા દિવસો પછી, તેની જાતે જ હનુમાનનો એક દેવતા પૃથ્વીમાંથી બહાર આવ્યો. રામ, સીતા અને લક્ષ્મણના દેવ પણ દેખાયા. ચમત્કારને લીધે જલારામના મકાનમાં કોઠાર, જ્યાં અનાજ સંગ્રહિત હતો તે અખૂટ બની ગયો. પાછળથી અન્ય ભક્તો અને ગામના લોકો તેમની સાથે તેમના માનવ કલ્યાણના કાર્યોમાં જોડાયા.

એક સમયે, ભગવાન એક વૃદ્ધ સંતના વેશમાં જલારામને વિરબાઇને તેમની સેવા અર્થે મોકલવા કહ્યું. જલારામ વિરબાઇની સલાહ લઈ તેમની સંમતિથી સંત સાથે મોકલ્યા. પરંતુ કેટલાક ગવ ચાલીને નજીકના જંગલમાં પહોંચ્યા પછી, સંતે વીરબાઈને તેની રાહ જોવાનું કહ્યું. તેમને પ્રતીક્ષા કરી પણ સંત પાછા ફર્યા નહીં. તેમને એક આકાશવાણી સાંભળાઈ કે, તે ફક્ત આ દંપતીનાં આતિથ્યની પરીક્ષા કરતા હતા. તમે પરિક્ષામાં સફળ થયા, હવે તમે ધરે પરત ફરી પતિની સેવા કરો, આટલું કહી સંત ગાયબ થઈ ગયા, પરંતું એ પહેલા તેમને વીરબાઈને દાંડીયા અને ઝોળી છોડી દીધી. દાંડીયા અને ઝોળી સાથે આકાશવાણીનાં સૂચન મુજબ વિરબાઈ ઘરે પરત ફર્યા. આ દાંડિયા અને ઝોળી હજી વિરપુર ખાતે છે અને કાચની બારીમાં પ્રદર્શિત રાખવામાં આવ્યા છે.

'દેને કો ટુકડા ભલા, લેને કો હરી કા નામ'એ સૌરાષ્ટ્રના પરોપકારી સંત જલારામનો જીવન મંત્ર હતો.

ABOUT THE AUTHOR

...view details