ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડિફેન્સ એક્સપો : ભારત અને ઉતર પ્રદેશ માટે આજનો દિવસ મહત્વનો કેમ ! - યોગી આદિત્યનાથ

ડિફેન્સ એક્સપોમાં ભારત માટે આજે મહત્વનો દિવસ છે. જેમાં કેટલાક દેશ સાથે કરાર થશે

ડિફેન્સ એક્સપો
ડિફેન્સ એક્સપો

By

Published : Feb 7, 2020, 1:09 PM IST

લખનઉ : ડિફેન્સ એક્સપોમાં આજે ભારત અને ઉતર પ્રદેશ માટે મહત્વપુર્ણ દિવસ છે. આજે કેટલાક દેશની સાથે રક્ષા ઉત્પાદન અને રક્ષા ઉપકરણોને લઇ કોન્ટ્રાક્ટ સાઇન થશે. તે સાથે જ કેટલીક પ્રોડક્ટ પણ લોન્ચ થશે અને કેટલીક જાહેરાત પણ થશે. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સાથે દેશના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં MDL તરફથી ડિજિટલ ટ્રાન્સફોરમેશન ઇન ડિઝાઇન એન્ડ કંન્સ્ટ્રક્શન ઇન શિપ બિલ્ડિંગ પર સેમીનાર યોજાશે. ભારત અને કોરિયા રક્ષા ક્ષેત્રે હજારો કરોડની નિકાસ પર SIDM તરફથી સેમિનારનું આયોજન કરશે. આ સિવાય અન્ય સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ડિફેન્સ એક્સપોના સેમીનાર હોલમાં બિઝનેસ મીટિંગ અને કોન્ફરન્સ થશે. સાંજે બિઝનેસ કોન્ફરન્સ પુર્ણ થયા બાદ 8 અને 9 ફેબ્રુઆરીના રોજ લોકો માટે ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુકાશે.

ABOUT THE AUTHOR

...view details