હિંદી અને ઉર્દુના મહાન લેખકમાંથી એક એવા મુનશી પ્રેમચંદને શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયએ 'નવલકથા સમ્રાટ' તરીકે સંબોધન કર્યું હતું. પ્રેમચંદે એક એવી પરંપરાનો વિકાસ કર્યો જેમણે સમગ્ર સદી માટે સાહિત્ય માર્ગદર્શનનું કામ કર્યુ. સાહિત્યની વાસ્તવિક પરંપરાનો પાયો નાખનાર પ્રેમચંદનું લેખન હિન્દી સાહિત્યનો એક એવો વારસો છે, જે હિન્દીના વિકાસની યાત્રાને પૂર્ણતા અર્પે છે.
દુનિયાના ઈતિહાસમાં 8 ઓક્ટોબરની તારીક કંઈક આવી રીતે નોંધાયેલી છે તો જાણો વિગતે...
1919: ગાંધીજીની યંગ ઈંડિયા પત્રિકાની શરુઆત
1932: રોયલ ઈંડિયન એર ફોર્સ અસ્તિત્વમાં આવી
1936: હિંદી અને ઉર્દું સાહિત્યમાં પોતાની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓથી સાહિત્યને સમૃદ્ધ બનાવનારા મુનશી પ્રેમચંદનું નિધન.
1952:હૈરોમાં ત્રણ ટ્રેન અથડાવાને કારણે અંદાજે 85 લોકોના મોત. આ ઘટનાને બ્રિટનમાં સૌથી ખરાબ રેલ્વે અકસ્માત માનવામાં આવે છે.