ગુજરાત

gujarat

By

Published : Nov 9, 2020, 8:34 AM IST

ETV Bharat / bharat

તેજસ્વી યાદવ 31 વર્ષના થયા, પરિવાર સાથે જન્મદિવસની કરી ઉજવણી

10 નવેમ્બરના રોજ બિહાર ચૂંટણીની મતગણતરી છે. સોમવારે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવનો જન્મદિવસ છે. ચૂંટણીના પરિણામો અંગે પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા સંદેશમાં કાર્યકરોને કોઈપણ પ્રકારની ઉજવણી ન કરવા સૂચના આપવામાં આવી છે.

તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવ

  • તેજસ્વી યાદવ 31 વર્ષના થયા
  • તેજસ્વી યાદવે સાદગીપૂર્વક ઉજવ્યો જન્મદિવસ
  • ચૂંટણી પરિણામ બાદ ઉજવણી ન કરવા અપીલ

પટણા: બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને લાલુપ્રસાદના નાના પુત્ર તેજસ્વી યાદવનો આજે જન્મદિવસ છે. રાત્રે તેજસ્વીના ઘરે પરિવારના સભ્યોએ જન્મદિવસની ઉજવણી કરી હતી. માતા રાબડી દેવી, રાહુલ યાદવ સાથે પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.તેજસ્વી યાદવના જન્મદિવસને લઇ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે. જોકે, ચૂંટણીના પરિણામો અંગે પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા સંદેશમાં કાર્યકરોને કોઈપણ પ્રકારની ઉજવણી ન કરવા સૂચના આપવામાં આવી છે.

સાદગી રીતે જન્મદિવસની ઉજવણી

આરજેડીએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, તમામ શુભેચ્છકો અને સમર્થકોને નમ્ર વિનંતી છે કે તેજસ્વી યાદવના જન્મદિવસને સાદગી રીતે ઉજવવાના તેમના વ્યક્તિગત નિર્ણયનું સન્માન કરતા તમે ઘરે જ રહો અને આવાસ આવીને તેમને મળીને શુભેચ્છા પાઠવવાથી બચો.10 નવેમ્બરના રોજ મતની ગણતરી માટે આ વિસ્તારમાં તમારી જાગ્રત હાજરી રાખો.

કાર્યકરતાને પરિણામ બાદ ઉજવણી ન કરવા અપીલ

અગાઉ આરજેડીએ તમામ પક્ષના કાર્યકરોને આરજેડી વતી કહેવામાં આવ્યું હતું કે, તમામ આરજેડી કાર્યકરોએ યાદ રાખવું જોઇએ - 10 નવેમ્બરે ચૂંટણીના પરિણામો ગમે તે હોય, તેને સંપૂર્ણ સંયમ, સરળતા અને સૌજન્યથી સ્વીકારવું પડશે. ફટાકડા, ફાયરિંગ, સ્પર્ધકો અથવા તેમના સમર્થકો સાથે અસભ્ય વર્તન વગેરે કોઈપણ કિંમતે સ્વીકારવામાં આવશે નહીં.

ABOUT THE AUTHOR

...view details