લોકસભાની 17 મી ચૂંટણી સાત તબક્કામાં થવા જઈ રહી છે, ત્યારે બે તબક્કામાં તો મતદાન થઈ ગયું છે. હવે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ તમામ 26 સીટો પર મતદાન થવાનું છે, સાથે સાથે ગુજરાતમાં ચાર વિધાનસભા સીટ માટે પણ પેટા ચૂંટણી યોજાવાની હોય તેને લઈ પણ રસાકસી જામી છે. આ ચૂંટણીમાં સત્તાના શિખરે બિરાજવા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. આ માટે ભાજપ તથા કોંગ્રેસના મોટા સ્ટાર પ્રચારકોએ ગુજરાતને ઘમરોળી નાખ્યું હતું. સમગ્ર ગુજરાતની જનતા હાલ ચૂંટણીના રંગે રંગાયેલું છે, જ્યાં હવે જનતા પોતાના ઉમેદવારને ચૂંટવા માટે 23 એપ્રિલની રાહ જોઈ રહી છે. આ ચૂંટણીનું પરિણામ 23મેના રોજ આવશે.
ભાજપમાંથી વડાપ્રધાન મોદી સહિત ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ટોચના નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી ગયા હતા જ્યારે કોંગ્રેસમાં પણ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, તથા અભિનેતાઓ પણ પ્રચાર કરી ગયા હતા.
ગુજરાતમાં લોકસભાની સાથે સાથે ચાર વિધાનસભા બેઠક જેમાં ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય, માણાવદર સીટ પર પેટા ચૂંટણી યોજાશે.
26 બેઠકો પર કોણ કોણ કોને ટક્કર આપશે. આ રહી યાદી જુઓ 26 સીટ પર નામ
ક્રમ | બેઠક | ભાજપ | કોંગ્રેસ |
1 | કચ્છ | વિનોદ ચાવડા | નરેશ મહેશ્વરી |
2 | બનાસકાંઠા | પરબત પટેલ | પરથી ભટોળ |
3 | પાટણ | ભરતસિંહ ડાભી | જગદીશ ઠાકોર |
4 | મહેસાણા | શારદા પટેલ | એ. જે. પટેલ |
5 | સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | રાજેન્દ્ર ઠાકોર |
6 | ગાંધીનગર | અમિત શાહ | સી. જે. ચાવડા |
7 | અમદાવાદ પૂર્વ | એચ. એસ. પટેલ | ગીતા પટેલ |
8 | અમદાવાદ પશ્ચિમ | કિરીટ સોલંકી | રાજુ પરમાર |
9 | રાજકોટ | મોહન કુંડારિયા | લલિત કગથરા |
10 | જામનગર | પૂનમ માડમ | મૂળુ કંડોરિયા |
11 | જૂનાગઢ | રાજેશ ચુડાસમા | પૂંજા વંશ |
12 | અમરેલી | નારણ કાછડિયા | પરેશ ધાનાણી |
13 | આણંદ | મિતેશ પટેલ | ભરતસિંહ સોલંકી |
14 | પંચમહાલ | રતનસિંહ રાઠોડ | વી. કે. ખાંટ |
15 | દાહોદ | જશવંતસિંહ ભાભોર | બાબુ કટારા |
16 | ભરૂચ | મનસુખ વસાવા | શેરખાન પઠાણ |
17 | નવસારી | સી. આર. પાટીલ | ધર્મેશ પટેલ |
18 | વલસાડ | કે. સી. પટેલ | જીતુ ચૌધરી |
19 | સુરત | દર્શના જરદોશ | અશોક અધેવાડા |
20 | સુરેન્દ્રનગર | મહેન્દ્ર મુંજપરા | સોમા પટેલ |
21 | પોરબંદર | રમેશ ધડૂક | લલિત વસોયા |
22 | ભાવનગર | ભારતી શિયાળ | મનહર પટેલ |
23 | ખેડા | દેવુસિંહ ચૌહાણ | બિમલ શાહ |
24 | વડોદરા | રંજન ભટ્ટ | પ્રશાંત પટેલ |
25 | છોટાઉદેપુર | ગીતા રાઠવા | રણજીત રાઠવા |
26 | બારડોલી | પ્રભુ વસાવા | તુષાર ચૌધરી |
આ સાથે સાથે ચાર વિધાનસભા સીટ માટે પણ પેટાચૂંટણી થવાની છે.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીની યાદી
ક્રમ | વિધાનસભા | ભાજપ | કોંગ્રેસ |
1 | ઊંઝા | આશા પટેલ | કાંતીલાલ પટેલ |
2 | ધ્રાંગધ્રા | પરસોત્તમ સાબરિયા | દિનેશ પટેલ |
3 | જામનગર ગ્રામ્ય | રાઘવજી પટેલ | જયંતિ સભાયા |
4 | માણાવદર | જવાહર ચાવડા | અરવિંદ લાડાણી |
આ સાથે સાથે માણાવદરની બેઠક પર NCPમાંથી રેશ્મા પટેલ પણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર છે