ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં પ્રદુષણની ખતરનાક સ્થિતી વચ્ચે આજથી ફરી ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ

નવી દિલ્હી: દિલ્હીમાં સામાન્ય વરસાદ અને તેજ પવન ફૂંકાયા પછીયે વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. પીએમ 2.5 અને પીએમ 10નું સ્તર સતત વધવાથી દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ રવિવારે સવારે 10 વાગ્યે 625 અને સાંજે પાંચ વાગ્યે 708 નોંધાયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે, દિલ્હીમાં રવિવારે સાંજે 24 કલાકનો સરેરાશ એક્યુઆઈ 494 હતો, જે ત્રણ વર્ષમાં સૌથી વધારે છે. આ પહેલા છ નવેમ્બર 2016ના રોજ તે 497 સુધી પહોંચ્યો હતો. વાયુ પ્રદૂષણની દેખરેખ માટે બનાવેલા કુલ 37માંથી 21 સ્ટેશન પર એક્યુઆઈ 490થી 500 વચ્ચે નોંધાયો છે. શુક્રવારે 24 કલાકનો એક્યુઆઈ સરેરાશ 484 હતો, જેથી તમામ સ્કૂલ-કોલેજો પાંચ નવેમ્બર સુધી બંધ કરાઈ હતી. આ ઉપરાંત તમામ બાંધકામ સાઈટનું કામકાજ રોકીને જાહેર આરોગ્ય કટોકટી પણ જાહેર કરાઈ હતી. વાયુ પ્રદૂષણના કારણે દિલ્હીમાં શ્વાસ સંબંધિત બીમારીઓ વધી ગઈ છે. શ્વસન તંત્રના રોગોથી પીડાતા અનેક દર્દીઓને આઈસીયુમાં રખાયા છે. જેથા સરકારે આજથી દિલ્હીમાં ફરી એક વખત ઓડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હીમાં પ્રદુષણની ખતરનાક સ્થિતી વચ્ચે આજથી ફરી ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ

By

Published : Nov 4, 2019, 4:06 AM IST

કેજરીવાલે ઓડ-ઈવન ફોર્મુલાની જાહેરાત કરતા કહ્યું કે, હવે આપણા માટે, બાળકો માટે અને દિલ્હીના બે કરોડ પરિવારો માટે હું, મારા અધિકારીઓ પણ આ નિયમનું પાલન કરીશું. હું મારા સાથીદારો સાથે ઓફિસે જઈશ. તમે પણ તમારા સાથીદારો સાથે જ કારનો ઉપયોગ કરો. જોકે, આ વાતનો વિરોધ કરતા ભાજપ નેતા વિજય ગોયેલે કહ્યું કે, તમામ પર્યાવરણ સંસ્થાઓ કહે છે તેમ ઓડ-ઈવન ફોર્મુલાથી કોઈ ફાયદો નથી થતો. તેના આયોજનનો કેજરીવાલનો હેતુ પોતાનો અને પાર્ટીનો પ્રચાર કરવાનો છે. તેના વિરોધમાં હું સોમવારે મારી ઓડ નંબરની કાર લઈને દિલ્હીના રસ્તા પર નીકળીશ.

દિલ્હી-NCRમાં પ્રદુષણ સ્તર એટલું ખતરનાક બન્યું છે કે, અહીંની હવા લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની છે.

ABOUT THE AUTHOR

...view details