મોડાસા:
મોડાસામાં આવેલાં દાવલી પાટિયા નજીક ડાયવર્ઝનના પગલે ટ્રક ચાલક અને રીક્ષા ચાલક ગફલત ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયાં હતાં. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહીસાગર
મહીસાગરના બાલાસિનોર -વીરપુર રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ત્રણના મોત મોત થયાં હતાં. બાલાસિનોર ભીમ ભમેડા પાસે બાઈક પર બેઠેલાને ટવેરા ગાડીએ અડફેટે લેતા ત્રણેયના મોત થયાં હતાં.
ડીસા
ડીસા હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કેમિકલ ભરેલા ટ્રક અથડાતા ટ્રકમાં આગ લાગી હતી. આ આગમાં એક ટ્રક ડ્રાઈવર જીવતો ભડથું થયો ગયો હતો.
જામનગર
જામનગરના ઝાંખરના પાટિયા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
મહુવા
મહુવાના કુમકોતર ગામમાં અંબિકા નદીમાં નાહવા પડેલા બે યુવકો ડૂબ્યા હતાં. જેનાથી બંનેના મોત થયાં છે. સ્થાનિક તરવૈયઓએ બન્ને મૃતદેહને શોધી કાઢી અનાવલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતાં.
દાહોદ
દાહોદમાં અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર જેકોટ મુકામે દાહોદના વેપારીને અકસ્માત નડ્યો હતો. વ્યક્તિને બચાવવા જતા ગાડી પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં દાહોદના વેપારીનું મોત અને અન્ય બે જેટલા લોકો ઘાયલ થયાં હતાં.
આણંદ
આણંદના બોરસદ રાસ માર્ગ પર જેસીબી ક્રેનએ લારીને ટક્કર મારી હતી. ક્રેનની ટકકરે લારી ધકેલી જઈ રહેલા શ્રમજીવી યુવાનનું મોત થયું હતું
કચ્છ-ભુજ
અંજાર-ભુજ હાઈવે ઉપર ગત રોજ ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી હતી. જેમાં 12થી વધુ લોકોને ઈજા થઈ હતી.
સુરત
સુરતના પુણા APMC માર્કેટ નજીક BRTS રૂટમાં સિટી બસની અડફેટે યુવકનું મોત થયું હતું. જે બાદ લોકો રોષે ભરાયા હતા. બસમાં તોડફોડ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જો કે, પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. જયારે ઇજાગ્રસ્ત બીજા યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
દેશની અલગ અલગ અકસ્માતની ઘટનાઓ:
જમ્મુ અને કાશ્મીર:
જમ્મુ કાશ્મીરના ડોડા શહેરની નજીક મંગળવારના રોજ બપોરના એક રોડ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ તેમાં ઘાયલ થયાં છે. એસએસપી ડોડા અનુસાર આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક ડઝનથી પણ વધારે લોકો વાહન લઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા અને ગાડી ફસાઈ ગઈ અને બટોટે કિશ્તવાર રાષ્ટ્રીય રાજમાર્ગ પર પલ્ટી ગઈ. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે.
બિહાર:
નાલંદામાં ઑટો અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે તથા અન્ય 4 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જ્યાં ઘાયલને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
બિહાર:
ઓમાનના મસ્કટમાં પાઈપલાઈનની એક યોજનામાં સુંરગ બનાવવા માટેના ચાલી રહેલા કામમાં બિહારના 6 મજૂરના દમ ઘુંટવાના કારણે મોત થયા છે. હકીકતમાં બન્યું છે કે, આ કામ ચાલી રહ્યું હતું ત્યારે 14 મીટર નીચે સુરંગમાં અંદર દબાઈ ગયા હતા. જેને કારણે મજૂરોને બહાર નિકળવાનો મોકો ન મળ્યો અને તેમના મોત થઈ ગયા.
બિહાર: સુઆરા વળાંક પાસે એક નિયંત્રણ ખોઈ બેસેલી કારે રોડની સાઈડમાં ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી, જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યાં ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી, આગળની તપાસ ચાલી જઈ રહી છે.
રાજસ્થાન:
રાજસ્થાનના નાગૌરમાં એક રોડ અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થયું છે, આ ઘટનામાં ટ્રકે બાઈક સવાર પિતા પુત્રનો જીવ લઈ લીધો હતો.