ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજથી શ્રીનગરમાં ફરી ખુલશે 190 શાળા...

શ્રીનગર : જમ્મૂ-કાશ્મીરમાં અંદાજે 14 દિવસ બાદ આજે 190 શાળાઓ ખુલશે. જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ અગમચેતીના પગલારૂપે રાજ્યની તમામ સ્કૂલોને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે જમ્મૂ-કાશ્મીરની હાલાત સામાન્ય થઈ છે. જમ્મૂ-કાશ્મીર પ્રશાસને કહ્યુ કે, શ્રીનગરમાં આજથી 190 શાળા ખુલશે. જિલ્લા પ્રશાંસને વિદ્યાથીની સુરક્ષા અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

By

Published : Aug 19, 2019, 4:58 AM IST

ETV BHARAT

વિકાસ પ્રમુખ રોહિત કંસલે કહ્યુ કે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજથી 190 શાળાઓ ફરી ખુલશે. કારણ કે, બાળકોની પ્રંશાસનને ચિંતા છે. માટે તેમની સુરક્ષા માટેની તમામ જોગવાઈઓ કરવામાં આવશે. જેમાં લજાન, સંગરી,પંથાચૌક, નૌગામ,રાજાબાગ, જવાહર નગર, ગગરીબલ, ધરા,થેડ,બટ્ટાલમૂ અને શાલ્ટેંગનો સમાવેશ કરવામાં આવશે. કંસલે પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા કહ્યુ કે, અમારી પાસે શ્રીનગર જિલ્લાની 190 પ્રાથમિક શાળા ફરી ખોલવાની યોજના છે.

જે ક્ષેત્રમાં રજા જાહેર કરવામાં આવી હતી. ત્યાંથી કોઈ અધટિત ઘટના સામે આવ્યો નથી. કંસલે કહ્યુ કે, સરકાર બધી લૈન્ડલાઈનને ટુંક સમયમાં જ શરુ કરશે.તેમણે કહ્યુ કે, કાશ્મીર ધાટીમાં એકસ્ચેન્જ કામ પુર્ણ કરવા માટે બી.એસ.એન.એલના અધિકારી અને ટેકનિશયન સતત કામે લાગ્યા છે.

ABOUT THE AUTHOR

...view details