તો રાહુલના આ નિવેદન આપ્યાના બે દિવસ પહેલા ગુરૂવારના રોજ રાજ્યસભાએ RTI બિલમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. જો કે આ દરમિયાન વિપક્ષ તરફથી તેનો પૂરજોશમાં વિરોધ કરવામાં આવ્યો હતો.
ભ્રષ્ટોની મદદ કરવા માટે સરકાર RTI કાયદાને નબળો બનાવી રહી છે: રાહુલ ગાંધી - રાહુલ ગાંધી
નવી દિલ્હી: માહિતીનો અધિકાર (RTI) કાયદામાં સંશોધનને રાજ્યસભાની મંજૂરી મળ્યાના બે દિવસ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ BJPના નેતૃત્વ વાળી રાજ્ય સરકારની નિંદા કરતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓની મદદ કરવા માટે સરકાર કાયદાને નબળો બનાવી રહી છે. આ મામલે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સરકાર ભ્રષ્ટ લોકોને દેશમાંથી ચોરી કરીને ભગાવવામાં મદદ કરવા માટે RTI કાયદાને નબળો બનાવી રહી છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે, હંમેશા ભ્રષ્ટાચારનો વિરોધ કરનારોનું ટોળું અચાનક જ ગાયબ થઈ ગયું છે."
Rahul Gandhi
RTI બિલમાં સંશોધનને લોકસભાએ સોમવારે મંજૂરી આપી દીધી હતી.
કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ સરકારની નિંદા કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર RTIને એક કોન્ટેક્ટના રૂપમાં જોવે છે. કેન્દ્રીય માહિતી આયોગની શાખને નષ્ટ કરવા ઈચ્છે છે.