વરરાજાની જેમ તૈયાર થઇ ઉમેદવાર ફોર્મ ભરવા પહોચ્યા - FORM
સહારનપુર: લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં દરેક પક્ષ મતદારોને રીઝવવાના અવનવા પ્રયત્નો અને પ્રયાસો હાથ ધરતા કરતા હોય છે. ત્યારે સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર રાજકિશન ગઇકાલે પોતાનું ઉમેદવારી ફોર્મ કંઇક અલગ અંદાજમાં ભરવા ગયા હતા. જે લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સૌજન્ય ANI
ગઇકાલના રોજ સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર રાજકિશન વરરાજાની જેમ તૈયાર થઇ અને ઘોડા સવાર થઇને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. જેને લઇને રાજકીય વર્તુળમાં તે ચર્ચાનો વિષય બન્યા હતા. આ સાથે જ લોકોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતુ કે, "રાજનીતી કા દામાદ બનકે જા રહા હું, દુલ્હન તો 28 મેં કે બાદ આયેગી"
Last Updated : Apr 9, 2019, 9:23 AM IST