તમિલનાડુ : તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લાની એક ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે. તો આ સાથે 4 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે 3 કિમી સુધી દુર અવાજ સંભળાયો હતો.
તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 9 લોકો બળીને ખાખ - Explosion happened in Firecracker factory
તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લાની એક ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં 9 લોકો બળીને ભડથું થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
તમિલનાડુ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેક્ટરીમાં વિસ્ફોટનો અવાજ ત્રણ કિ.મી. સુધી સંભળાયો હતો. વિસ્ફોટના કારણે કારખાનાને ભારે નુકસાન થયું હતું અને આખી ઇમારત ધરાશાયી થઈ હતી. માર્યા ગયેલા લોકોમાં કારખાનાના માલિકનો સમાવેશ છે.