ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહમંત્રાલયની સ્પષ્ટતા, 'NRC લાગું કરવાનું હાલ કોઈ આયોજન નથી' - National Population Register

નવી દિલ્હીઃ દેશમાં થઈ રહેલા નાગરિકતા સંશોઘન કાયદાના ઉગ્ર વિરોધની વચ્ચે ગૃહમંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે, "નાગરિક રજિસ્ટર NRC અમલમાં લાવવાની હાલ કોઈ યોજના નથી."

DELHI
DELHI

By

Published : Feb 4, 2020, 1:07 PM IST

ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે મંગળવારે લોકોસભામાં લેખિતમાં જાણકારી આપી હતી કે, "હજુ સુધી દેશમાં NRCને લાગું કરવાનો અંગેનો કોઈ નિર્ણય લેવાયો નથી." નોંધનીય છે કે, આ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે, "રાષ્ટ્રીય રજિસ્ટર પ્રક્રિયા સમગ્ર દેશમાં લાગું કરવામાં આવશે, પરંતુ દેશમાં કોઈની સાથે ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં."

અમિત શાહ આ નિવેદન બાદ પૂર્વત્તર રાજ્યમાં NRCને લઈને ભારે હિસંક વિરોધ પ્રદર્શન થયા હતાં. જેમાં ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ હિંસા થઈ હતી. તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠકમાં જણાવ્યું હતું કે, "દેશભરમાં NRC લાગું કરવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી." આમ, NDA પક્ષો સહિત અનેક રાજ્ય સરકારે NRC અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવાની પણ ખાતરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details