ગુજરાત

gujarat

ઉન્નાવ કેસ: દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા મામલે કુલદીપ સેંગર દોષી

By

Published : Mar 4, 2020, 2:07 PM IST

ઉન્નાવ રેપ પીડિતાના પિતાની હત્યાના મામલામાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને ગુનેગાર જાહેર કર્યાં છે.

tis
ઉન્નાવ

નવી દિલ્હી: તીસ હાજારી કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યાના મામલામાં કુલદીપ સિંહ સેંગર સહિત 7 લાકોની ગુનેગાર જાહેર કર્યાં છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જસ્ટિસ ધર્મેશ શર્માએ આ મામલામાં ચાર આરોપીઓને નિદોષ જાહેર કર્યાં હતા. કોર્ટે ગુનેગારોને 12 માર્ચે સજા ફટકારવામાં આવશે.

દુષ્કર્મ પીડિતાના પિતાની ન્યાયિક કસ્ટડી 9 એપ્રિલ 2018એ સમાપ્ત થઇ હતી. 4 જૂન 2017એ દુષ્કર્મ પીડિતાએ જ્યારે કુલદીપ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો તો, તે પછી કુલદીપ સેંગરના ભાઇ અતુલ સિંહ અને તેમના સાથીઓએ પીડિતાના પિતાને માર મારીને પોલીસને સોંપી દીધા હતા. દુષ્કર્મ પીડિતાના પિતાને જેલમાં શિફ્ટ કરીને કેટલાક કલાક બાદ જિલ્લાની હોસ્પિટલમાં પીડિતાના પિતાનું મોત થયું હતું.

તીસ હજારી કોર્ટે 20 ડિસેમ્બર 2019એ સેંગરને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આજીવન કેદ સિવાય 25 લાખ રૂપિયોનો દંડ પણ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી 10 લાખ રૂપિયા પીડિતાને આપવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયની સામે કુલદીપ સેંગર દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details