ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાન: ભારતીય વિમાનો માટે હવાઇમાર્ગને શરૂ કરવાના સમયગાળો લંબાવ્યો

ન્યુઝ ડેસ્ક: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે વળતો જવાબ આપ્યો હતો ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટ પર કરેલા હુમલા બાદ પાકિસ્તાને ભારત માટે હવાઇમાર્ગ બંધ કર્યો હતો. પાકિસ્તાન ભારતની સાથે આવેલી પોતાની હવાઈ પૂર્વ સીમાની આસપાસના હવાઇ માર્ગને બંધ રાખવાનો સમયગાળો વધારીને હવે 15 જૂન કરી દીધો છે.

By

Published : May 31, 2019, 8:46 PM IST

ફાઇલ ફોટો

ભારતની લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પાકિસ્તાન દ્વારા હવાઇમાર્ગ ખુલ્લો મુકવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ આજે ફરી સમયગાળામાં વધારો કરીને ભારત માટે હવાઇ માર્ગ હવે 15 જૂન સુધી બંધ રાખવાની જાહેરાત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને કુઆલાલમ્પુરને છોડીને તમામ માર્ગો 27 માર્ચે ખુલ્લા કરી દીધા હતા. નાગર વિમાન પ્રાધિકરણ દ્વારા ઍરમેન માટે જાહેર કરાયેલા નોટીસ પ્રમાણે ભારત માટે હવાઇમાર્ગે 15 જૂન સવારના 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ભારત, US જવા માટે સૌથી વધુ આ માર્ગનો ઉપયોગ કરે છે. જ્યારે પાકિસ્તાને 21 મેના રોજ ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ માટે કિર્ગિસ્તાન જવા માટે માર્ગ ખુલ્લો મુક્યો હતો.

ABOUT THE AUTHOR

...view details